હેમ્બર્ગ: જી-૨૦ સમિટને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રોકડું પરખાવ્યું હતું કે કેટલાક દેશો રાજકીય લાભ માટે આતંક ફેલાવી રહ્યા છે. સ્પષ્ટ છે કે તેમનો ઇશારો ચીન અને પાકિસ્તાન તરફ હતો.
તેમણે અનુરોધ કર્યો હતો કે જી-૨૦ દેશોએ સાથે મળીને આતંકવાદ ફેલાવી રહેલા કે તેને સમર્થન આપી રહેલા દેશ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે. અલ કાયદા, આઇએસ, જૈશે મોહમ્મદ, લશ્કરે તોયબા આ દરેકના નામ અલગ છે, પણ આતંકવાદની વિચારધારા સરખી જ છે.
મોદીએ ચીનના વખાણ કર્યાં
મોદીએ ભાષણમાં ચીનની ચેરમેનશિપ હેઠળ મળેલી જી-૨૦ સમીટના વખાણ કર્યાં હતાં. મોદી અને જિનપિંગની મુલાકાત દરમિયાન જિનપિંગે સરહદી વિવાદોના મામલે જણાવ્યું હતું કે, હાલ સરહદે જે પણ વિવાદો છે તેનું સમાધાન થવું જોઇએ.
મોદીને ફૂટબોલ ભેટ મળ્યો
નોર્વેના વડા પ્રધાન એરના સોલબર્ગે અને મોદી વચ્ચે જી ૨૦માં કેટલાક મુદાઓ પર ચર્ચા થઇ હતી. મોદીએ નોર્વેને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. વડાં પ્રધાને મોદીને ગિફ્ટમાં એક ફૂટબોલ પણ આપ્યો હતો.

