બોલિવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પદુકોણનો ફોર્બ્સની યાદીમાં દુનિયાની સૌથી વધુ ફીઝ મેળવતી અભિનેત્રીઓ ટોચે છે. એણે એની ફીમાં બમણો વધારો કર્યો છે. દીપિકા ફિલ્મ ‘પદ્માવતી’માં એક રાજપૂત રાણીનું પાત્ર ભજવી રહી છે. જેના માટે તેણે રૂ. બાર કરોડ લીધાં છે. તે આ ફિલ્મ માટે સંપૂર્ણ સમર્પિત હોવાથી એને આટલી ભારે ભરખમ રકમ મેળવી વ્યાજબી છે.
એક રિપોર્ટ પ્રમાણે દીપિકા ભવિષ્યમાં પણ બીજી ફિલ્મોમાં કામ કરવા માટે રૂ. બાર કરોડ લેવાની છે. તાજેતરમાં એક નિર્માતાએ દીપિકાને એક ફિલ્મની ઓફર કરી હતી. તો અભિનેત્રીએ રૂ. ૧૨ કરોડથી ઓછુ કાંઈ પણ લેવાની ના પાડી દીધી. આમ પણ આ ફિલ્મમાં બે અભિનેત્રી હતી. આમ છતાં અભિનેત્રીએ ફી ઓછી લેવાનો નનૈયો ભણી દીધો હતો. આટલી ધરખમ ફીની માગણી થતા નિર્માતાએ પોતાની ઓફર પાછી ખેંચી લીધી હતી.

