સંસ્થા સમાચાર - અંક ૧૫ જુલાઇ ૨૦૧૭

Thursday 13th July 2017 03:31 EDT
 

• શ્રી સ્વામિનારાયણ ગુરુકૂલ પરિવાર (SSGP) યુકે અને SKLPS બોલ્ટન દ્વારા હિંદુ લાઈફસ્ટાઈલ સેમિનાર ૨૦૧૭નું શુક્રવાર તા.૧૪-૭-૧૭ સાંજે ૬.૩૦, શનિવાર તા.૧૫-૭-૧૭ સવારે ૮થી રાત્રે ૮ અને રવિવાર તા.૧૬-૭-૧૭ સવારે ૯થી બપોરે ૨ દરમિયાન શ્રી કચ્છ લેઉવા પટેલ સમાજ (SKLPS), ક્રૂક સ્ટ્રીટ, બોલ્ટન BL3 6AS સંપર્ક. 020 8838 4900
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN ખાતેના કાર્યક્રમો • પૂ. ભરત ભગતની ‘જલારામ કથા’ શનિવાર તા.૧૫-૭-૧૭ થી શુક્રવાર તા.૨૧-૭-૧૭ સાંજે ૭ થી રાત્રે ૯ • નાટક ‘નૃત્યસંગમ’ રવિવાર તા.૧૬-૭-૧૭ બપોરે ૪ વાગે • ‘ભજન ભોજન’ રવિવાર તા.૨૩-૭-૧૭ સવારે ૯.૩૦થી બપોરે ૩ સુધી, સંપર્ક. 01772 253 901
• શ્રી સનાતન સેવા સમાજ, હિયરફર્ડ રોડ, લુટન LU4 0PS ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવનું શનિવાર તા.૧૫-૭-૧૭ સાંજે ૬ વાગ્યાથી અને રવિવાર તા.૧૬-૭-૧૭ સવારે ૭થી બપોરે ૩ દરમિયાન આયોજન કરાયું છે. સંપર્ક. 01582 663 414
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી મીડલસેક્સUB8 2DZ ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૧૫-૦૭-૧૭ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા • રવિવાર તા.૧૬-૭-૧૭ બપોરે ૩ વાગે ભજન અને સાંજે આરતી, બાદમાં મહાપ્રસાદ. સંપર્ક. 07882 253 540
• શ્રી ઠાકુર અનુકુલચંદ્રના સત્સંગનું શનિવાર તા.૧૫-૭-૧૭ સાંજે ૬.૩૦થી VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩, ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ, એસેક્સ IG1 1EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રાજશ્રી રોય 07868 098 775
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૧૬-૭-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8459 5758
• દેવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂ. અક્ષયકુમારજી દ્વારા‘ પુષ્ટિમાર્ગની આચારસંહિતા’ વિષય પર પ્રવચનનું શુક્રવાર તા.૨૧-૭-૧૭ થી રવિવાર તા.૨૩-૭-૧૭ સુધી સાંજે ૫થી ૭ તથા તા.૨૨મીએ બપોરે ૧થી ૩ દરમિયાન બાળકો અને યુવાનો માટે પ્રવચન અને પ્રશ્રોત્તરીનું વ્રજધામ હવેલી, ૫૮, લફબરો રોડ, લેસ્ટર LE5 5LD ખાતે આયોજન કરાયું છે. મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 07767 254 165
• ઈસ્ટ લંડન એન્ડ એસેક્સ બ્રહ્મસમાજ દ્વારા પૂ. શરદભાઈ વ્યાસની વ્યાસપીઠે શ્રીમદ ભાગવત કથાનું શનિવાર તા.૨૨-૭-૧૭થી શુક્રવાર તા.૨૮-૭-૧૭ બપોરે ૨.૩૦થી સાંજે ૭.૩૦ દરમિયાન વીએચપી(ઈલ્ફર્ડ) હિંદુ સેન્ટર, આલ્બર્ટ રોડ, ઈલ્ફર્ડ, એસેક્સ IG1 1HU ખાતે આયોજન કરાયું છે. મહપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. સુભાષ ઠાકર 07977 939 457
• સત કેવલ સર્કલ, લંડન દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવનું રવિવાર તા.૨૩-૭-૧૭ બપોરે ૧થી સાંજે ૬ દરમિયાન બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશન, ૧૧૬ ઈલિંગ રોડ, વેમ્બલી લંડનHA0 4TH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. યશવંત પટેલ 07973 408 069
• નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (NCGO), યુકે દ્વારા મ્યુઝિક મસ્તી તથા ડિનર અને ડાન્સ સાથે ‘બોલિવુડ બીટ્સ’ કાર્યક્રમનું રવિવાર તા.૨૯-૭-૧૭ સાંજે ૭ વાગે કડવા પાટીદાર સેન્ટર, કેન્મોર એવન્યુ, હેરો, મીડલસેક્સ HA3 8LU ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8452 5590 


comments powered by Disqus