અનિલ કપૂર આગામી ફિલ્મમાં સલમાન ખાનના પિતાની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ બાબતે એક મીડિયાકર્મીએ પ્રશ્ર પૂછતાં અનિલે ચિડાઈને તે અમિતાભ બચ્ચનના પિતાનું પાત્ર ભજવવા પણ તૈયાર છે તેવો જડબાતોડ જવાબ આપ્યો હતો. ‘ફિલ્મજગતમાં મારે ઘણા સાથે સારા સંબંધો છે. મારી અત્યાર સુધીની કારકિર્દીમાં મને ઓફર થયેલી લગભગ બધી જ ભૂમિકાઓ મેં ભજવી છે. મારા માનવા પ્રમાણે કોઇ પણ કલાકારને ફિલ્મમાં પાત્ર ભજવવા અંગે છોછ ન હોવો જોઇએ’, તેમ અનિલ કપૂરે જણાવ્યું હતું. અનિલે હાલ જ ઐશ્વર્યા સાથેની ફિલ્મ પૂરી કરી છે. હવે તે સલમાન ખાન સાથેની ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. તે અને માધુરી દીક્ષિત પણ ફરી રૂપેરી પડદે દેખાય તેવી શક્યતા છે.

