સ્વાદમાં ખાટુંમીઠું અને દેખાવમાં આકર્ષક લાગતા ફળ કિવિની ખેતી સૌથી વધુ ચીન, ન્યૂ ઝીલેન્ડ, બ્રાઝિલ, ઇટલી વગેરે દેશોમાં થાય છે. આ ફળમાં વિપુલ પ્રમાણમાં પોષકતત્ત્વો રહેલા છે, તેમાં ઔષધીય ગુણ રહેલા છે.
• કિવિમાં વિટામિન-સી, પોટેશિયમ, ફાયબર, અને ફોલિક એસિડ ભરપૂર માત્રામાં રહેલું છે.
• કિવિમાં વિટામિન-ઈ, પોલીફેર્નાલ્સ અને કેરોટીનોયડ પણ મળે છે જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
• કિવિ ખાવાથી ગ્લુકોઝનું સ્તર વધતું નથી, અને તેના સેવનથી ડાયાબિટીસ, હૃદયમાં થતા દુખાવા અને વજન ઓછું કરવામાં મદદ કરે છે.
• પેટમાં થતી નાની-નાની બીમારીઓ જેવી કે પેટમાં દુખાવો, ડાયેરિયા વગેરેમાં કિવિ ખાવાથી તે દવાનું કામ કરે છે સાથે તેના રેસામાં ફાયબર હોવાથી પાચનતંત્રમાં ખોરાકને પચાવવામાં પણ મદદ કરે છે.
• કિવિ ચરબીને કાપે છે, તેથી વજનમાં ઘટાડો થાય છે.
• કિવિમાં વિટામિન-સી હોય છે, તેના કારણે ત્વચા સ્વસ્થ અને સુંદર દેખાય છે.
• કિવિમાં પોટેશિયમ તત્ત્વ રહેલું છે, જે હાડકાં અને માંસપેશીઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે તથા મહિલાઓની વધતી જતી ઉંમરના કારણે થતા હાડકાંના રોગ ઓસ્ટિયોપોરોસિસ માટે ફાયદાકારક છે.
• નિયમિત કિવિ ખાવાથી પગનો દુખાવો અને આર્થરાઇટિસ જેવી સમસ્યામાં રાહત મળે છે.
• કિવિમાં વિટામિન-ઈ અને એન્ટિ-ઓક્સિડન્ટની માત્રા વધારે પ્રમાણમાં હોય છે, તેના કારણે રોગપ્રતિકારક શક્તિમાં વધારો
થાય છે.
• ગર્ભાવસ્થામાં કિવિ ખાવાથી દરેક પ્રકારના વિટામિન મળે છે. સાથે કિવિના સેવનથી આવનાર બાળકના મગજનો વિકાસ સારો થાય છે.

