સંજય દત્ત હાલમાં ‘સાહેબ બીવી ઔર ગેંગસ્ટર ૩’નું શૂટિંગ કરી રહ્યો છે અને તે બહુ જલદી ‘તોરબાઝ’ના શૂટિંગમાં વ્યસ્ત બનશે. બોલિવૂડમાં ચર્ચા છે કે ‘તોરબાઝ’માં નરગીસ ફખરી નોન-ગવર્નમેન્ટલ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરનાર આયેશાનું પાત્ર ભજવશે. આયેશા અફઘાનિસ્તાનમાં રેફ્યુજી બાળકોની દેખભાળ કરતી દેખાશે અને ફિલ્મમાં સંજય દત્તના પ્રેમમાં પડશે. આ ફિલ્મનું શૂટિંગ કિર્ગિસ્તાનમાં કરવામાં આવશે.

