લંડનઃ પુરુષો બહેતર કે મહિલાઓ? લાંબા સમયથી આ મુદ્દો ચર્ચાનો વિષય રહ્યો છે. એ કોયડો હવે ઉકેલાઈ જશે. સંશોધકોએ શોધ્યું છે કે મહિલાઓનું મગજ વધુ મિત્રતાપૂર્ણ અને મદદરૂપે થવાના ભાવવાળું હોય છે. તેમાં સ્વાર્થી નિર્ણયોનો ખાસ પ્રભાવ હોતો નથી. જ્યારે બીજી તરફ પુરુષનું મગજ વધુ અહંભર્યું, સ્વાર્થી નિર્ણય લેવા ભણીનો ઝોક ધરાવતું હોય છે.
ઝ્યૂરિચ યુનિવર્સિટીના સંશોધકોએ કહ્યું હતું કે, આપણને વધુ મદદરૂપ થવાની સાંસ્કૃતિક અપેક્ષા પુરુષો કરતાં મહિલાઓ માટે વધુ હોવાને કારણે આ પ્રકારનું પરિણામે જોવા મળતું હોય એમ બની શકે છે.
પહેલી વખત સંશોધનમાં સ્વાર્થી અને સખાવતી નિર્ણયોમાં પુરુષ અને મહિલાઓનું મગજ જુદી જુદી રીતે કામ કરતું હોવાનું જણાયું છે. આ પહેલાંના અભ્યાસમાં જણાયું હતું કે, પુરુષો કરતાં મહિલાઓ વધુ ઉદારતાથી પૈસા ખર્ચી શકે છે. આ અભ્યાસના લેખક
ડો. એલેકઝાન્ડરના સૌત્સ્ચેકે જણાવ્યું હતું કે સાહિત્યમાં તો પુરુષો કરતાં મહિલાઓ વધુ સામાજિક હોય તે દર્શાવતા અનેક પુરાવા મળી આવે છે. જોકે આ વર્તણૂંકમાં જે તફાવત જોવા મળે છે. તે મગજની કામગીરીને કારણે હોય એવું પહેલી વખત સમજાયું છે.

