‘નામ શબાના’ ફેમ અભિનેત્રી તાપસી પન્નુએ હાલમાં જ એક ફેશન બ્રાન્ડની પ્રમોશનલ ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં ‘નામ શબાના’ના તેના રોલ માટેના સવાલમાં તેણે કહ્યું હતું કે, હું હંમેશાંથી એવું માનતી આવી છું કે મહિલાઓ નિર્ણય અને શક્તિ દ્વારા કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. આપણે મહિલાઓને તેમની તાકાત અને નિર્ણય માટે પ્રોત્સાહિત કરવી જોઈએ. પછી ક્ષેત્ર કોઈ પણ હોય.

