રાહુલ રવૈલ લખશે સ્વ. રાજકપૂરની જીવનકથની

Monday 18th December 2017 06:17 EST
 
 

બોલિવૂડના શોમેન સ્વ. રાજ કપૂરની જીવનકથા લખાવાની ચર્ચા બોલિવૂડમાં છે. કપૂર પરિવારના નજીકના મિત્ર રાહુલ રવૈલે આ બીડું ઉપાડયું હોવાની વાત છે. રાહુલે આ અંગે કહ્યું છે કે, ‘કપૂર પરિવાર સાથે વર્ષોથી મારા સારા સંબંધો છે. રાજસાહેબના સહાયક તરીકે હું કામ કરી ચૂક્યો છું અને મેં આર.કે. બેનર હેઠળ ‘બીવી ઓ બીવી’ ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું હતું. હું તેમના પુત્રો રણધીર અને રિશીની ઘણી નજીક રહ્યો છું. હું આ પરિવારથી ઘણી સારી રીતે જાણીતો છું. તેથી રાજસાહેબ વિશે કંઈ પણ લખવું એ મારું સદભાગ્ય હશે.’ તેમ રાહુલ રવૈલે જણાવ્યું હતું.


comments powered by Disqus