• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૧૭-૧૨-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સર નીલમબહેન કોટેચા અને પરિવાર છે. સંપર્ક. 020 8459 5758
• નાગરેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શનિવાર તા. ૨૩-૧૨-૧૭ના રોજ હરીબેન બચુભાઇ નાગરેચા હોલ ખાતે રાખવામાં આવેલ "લાઇવ મ્યુઝીક બાય બોલિવુડ એકોઝ" ગીત સંગીત કાર્યક્રમ પરિવારમાં નિધન થયું હોવાના કારણે મોકુફ રાખવામાં આવ્યો છે. સંપર્ક: 020 8555 0318.
લેડી જયાલક્ષ્મીબેન ચાંદેનું નિધન
દારેસલામ, ટાન્ઝાનીયા ખાતે રહેતા અને સ્વ. સર શ્રી જે.કે. ચાંદેના ધર્મપત્ની શ્રીમતી લેડી જયાલક્ષ્મીબેન ચાંદેનું ટૂંકી માંદગી બાદ ૮૦ વર્ષની વયે ગત શુક્રવારે તા. ૧ ડીસેમ્બરના રોજ નિધન થયું હતું. 'જયલી'ના હુલામણા નામે મિત્રો અને સંબંધીઅોમાં અોળખાતા જયાલક્ષ્મી ચાંદે ઉર્ફે માધવાણીનો જન્મ જીન્જા, યુગાન્ડામાં થયો હતો. ૧૯૫૫માં તેમના લગ્ન દારેસલામ - ટાઝાનિયાના શ્રી જયંતિલાલ કેશવજી (સર જેકે) ચાંદે સાથે થયા હતા. તેમને ત્રણ પુત્રો અને ત્રણ પૌત્રો છે. જયલી હાલમાં હિન્દુ મહિલા મંડળના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર ટ્રસ્ટી હતાં, જ્યાં તેમણે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) સાથે મળીને મંડળની નવી ઇમારતનું નિર્માણ કર્યું હતું.
તેઅો શાળામાં આભ્યાસ કરતાં હતાં ત્યારે તેમને બાસ્કેટબોલ અને ટેબલ ટેનિસ રમતા હતા. એક સમયે તેઅો 'માહજોંગ'ના શોખીન હતો અને છેલ્લે તેઅો રમી અને પુલનો આનંદ માણતા હતા. જયલીને રસોઇ બનાવવાનું ખૂબજ ગમતું હતું અને તેથી જ તો તેમણે 'રુચિતા' નામનું પુસ્તક પ્રકાશીત કર્યું હતું, જેમાં શાકાહારી વાનગીઓનો સમાવેશ કરાયો હતો અને તે પુસ્તકનું શાકાહારી વાનગીઅોના પ્રેમીઓને વિતરણ કરાયું હતું. .
છેલ્લાં ૬૦ વર્ષથી, તેઅો હરહંમેશ પતિ સર જે કે ચાંદેની પડખે રહેતા હતા અને તેમના દરેક કાર્યમાં અર્થપૂર્ણ ટેકો આપતા અને પિતાના તમામ સામુદાયીક, કલ્યાણ અને અન્ય પ્રવૃત્તિઓમાં મદદ કરી હતી. પરમકૃપાળુ પરમાત્મા સદ્ગતના આત્માને શાશ્વત શાંતિ આપે એવી 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' પરિવારની પ્રાર્થના.
અવસાન નોંધ
ઈઝલિંગ્ટન અને નીસડન BAPS સ્વામિનારાયણ મંદિરના સક્રિય વોલન્ટિયર શ્રીમતી રેખાબહેન મનાણીનું ગુરુવાર તા.૭-૧૨-૨૦૧૭ના રોજ ૬૨ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. સદગતનું બેસણુ (દૈનિક) સાંજે ૭.૩૦ વાગ્યાથી ૪૮૬, કેન્ટન રોડ, હેરો HA3 9DLખાતે રાખવામાં આવ્યું છે. સંપર્ક. ચંદ્રેશ મનાણી (પુત્ર) 07813 851 113
અવસાન નોંધ
સરોટી - યુગાન્ડાના મૂળ વતની શ્રી સુભાષભાઇ રતીલાલ કારીયાનું મંગળવાર તા. ૫મી ડીસેમ્બર ૨૦૧૭ના રોજ ૬૮ વર્ષની વયે કરૂણ નિધન થયું છે. સદ્ગત પત્ની ઉષાબેન, પુત્ર અમિષ અને પુત્રવધૂ તેજલ કારીયા સહિત વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે. સદ્ગત ઇસ્ટ લંડનની વિખ્યાત નાગરેચા કેશ એન્ડ કેરીના સંચાલકો અને નાગરેચા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સર્વશ્રી હસુભાઇ અને વિનુભાઇ નાગરેચા તથા ઉમીબેન રાડીઆ તેમજ મિલેનીયમ કેશ એન્ડ કેરી અને પન્નાઝ રેસ્ટોરન્ટ, રોમફર્ડના શ્રીમતી પન્નાબેન લાખાણીના બનેવી હતા. સંપર્ક: અમિષ કારીયા 07763 601 990.
