ઈશા અંબાણી બની ફિલ્મનિર્માત્રી

Friday 15th September 2017 07:18 EDT
 
 

મુકેશ અંબાણીની પુત્રી ઈશા બોલિવૂડમાં પણ નસીબ અજમાવી રહી છે. ઈશા ‘બેટલ ઓફ સારાગઢી’નું નિર્માણ કરણ જોહર સાથે મળીને કરશે. આ પહેલાં સલમાન ખાન પણ કરણ જોહર સાથે મળીને આ ફિલ્મનું નિર્માણ કરવાનો હતો, પણ આ જ વિષય પર રાજકુમાર સંતોષી અને અજય દેવગણ પણ ફિલ્મ બનાવી રહ્યા હોવાની જાણ થતાં સલમાને આ ફિલ્મ ન કરવાનો નિર્ણય લીધો હતો. કરણ જોહરની ફિલ્મમાં મુખ્ય કલાકાર અક્ષય કુમાર છે. જ્યારે રાજકુમાર સંતોષી અને અજય દેવગણની ફિલ્મમાં અજય જ મુખ્ય ભૂમિકા ભજવશે. ૧૮૯૭ના સપ્ટેમ્બર મહિનામાં દસ હજાર અફઘાન કબાલીઓ અને ૨૧ ભારતીય સૈનિકો વચ્ચે યુદ્ધ થયું હતું. ત્યારબાદ દરેક ભારતીય સૈનિકને ઈન્ડિયન ઓર્ડન ઓફ મેરિટથી નવાજવામાં આવ્યા હતા. આ ફિલ્મની પટકથા ઈશા અંબાણીને પસંદ પડતાં સામે ચાલીને આ ફિલ્મના નિર્માણનો પ્રસ્તાવ તેણે મૂક્યો હતો. કરણે આ પ્રસ્તાવ સ્વીકારી લીધો છે.


comments powered by Disqus