જોર્ડન - અમાનમાં સીરિયાના શરણાર્થીઓની છાવણીની સૌ પ્રથમ વખત મુલાકાતે પહોંચેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા શરણાર્થીઓની દુર્દશાથી આઘાત પામી ગઈ હતી. પ્રિયંકાએ જણાવ્યું હતું કે, વિશ્વના લોકો અને દેશોએ સીરિયાના શરણાર્થીઓ પરથી દાખલો લઈને પ્રેરણા લેવી જોઈએ કે જીવવું કેવી રીતે? ૨૦૧૧માં સીરિયામાં શરૂ થયેલા આંતરવિગ્રહ બાદ ૫૦ લાખથી વધુ લોકો યુદ્ધ અસરગ્રસ્ત સીરિયા છોડીને નાસી ગયા હતાં. લેબનોન, ઇરાક, ઇજિપ્ત, તૂર્કી અને જોર્ડન જેવા પાડોશી દેશોમાં તે આશ્રય લઈ રહ્યા છે. યુનિસેફની ગ્લોબલના એક હ્યુમન પ્રોજેક્ટની બ્રાન્ડ એમ્બેસેડર પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની અમાનની મુલાકાત અંગે વિગતવાર માહિતી પણ આપી હતી. માન ૧,૮૦,૦૦૦ સીરિયન શરણાર્થીઓને અહીં આશ્રય લઈ રહ્યાં છે. ૩૫ વર્ષીય પ્રિયંકાએ જણાવ્યું હતું કે, જોર્ડનમાં ૮૦ ટકાથી વધુ સીરિયાઈ શરણાર્થીઓ છાવણીઓની બહાર શહેરો, શહેરી સેન્ટરો અને ખેતી ધરાવતાં ગામોમાં રહે છે.

