બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલની બાયોપિકમાં સાઇનાનો રોલ કરી રહેલી શ્રદ્ધા કપૂરે સાઇના અને તેના કોચ પુલેલા ગોપીચંદ પાસેથી કોચિંગ લેવાનું શરૂ કર્યું છે. શ્રદ્ધાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર બે ફોટોગ્રાફ શેર કરીને માહિતી આપતાં જણાવ્યું કે, ચેમ્પ સાઇના નેહવાલ પાસેથી ટ્રેનિંગ લઇ રહી છું. તેણે આઠમીએ ટ્વિટ પણ કર્યું કે, તે સાઇના અને ગોપીચંદ સાથે સ્પેશિયલ પ્રેક્ટિસ સેશનની ચર્ચા કરી રહી છે. સાઇના પણ પોતાની બાયોપિક માટે શ્રદ્ધાને ટ્રેનિંગ આપીને ઉત્સાહિત જણાય છે. તેણે પણ શ્રદ્ધા અને ગોપીચંદ સાથેના પ્રેક્ટિસ સેશન અંગે ટ્વિટ કર્યું હતું. 'સાઇના' નામથી તેની બાયોપિક અમોલ ગુપ્તેના દિગ્દર્શન હેઠળ બની રહી છે.

