અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના ઉદ્યોગપતિ પતિ રાજ કુંદ્રા મુંબઈની લિંકિંગ રોડ પરની પ્રખ્યાત રેસ્ટોરન્ટ ‘બાસ્તિયન’માંથી નીકળી રહ્યા હતા ત્યારે ફ્રીલાન્સ ફોટોગ્રાફર રોબિન ચાવલા અને અન્ય એક ફોટોગ્રાફરે તેમના ફોટા લેવા માટે કુંદ્રા દંપતીના બાઉન્સર્સને વિનંતી કરી, પણ બાઉન્સર્સ કેમેરા ફ્રેમમાંથી બહાર ગયા નહીં. શિલ્પા અને રાજ જવા લાગ્યા તો ફોટોગ્રાફરે ખસીને ફોટા લેવા પ્રયત્ન કર્યો તો બાઉન્સર્સે તે લોહીલુહાણ થયા ત્યાં સુધી માર્યા. આ કેસ મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. આ
ઘટના માટે શિલ્પાએ ખેદ વ્યક્ત કર્યો હતો.

