ગ્રેનફેલ ટાવરના પીડિતોની વહારે સનાતન ધર્મ મંડળ

Wednesday 14th June 2017 11:34 EDT
 

લંડનઃ ગ્રેનફેલ ટાવરમાં લાગેલી ભીષણ આગનો ભોગ બનેલા લોકો પ્રત્યે સનાતન ધર્મ મંડળ એન્ડ હિંદુ કોમ્યુનિટી સેન્ટર, કાર્ડીફની મેનેજમેન્ટ કમિટિ અને સભ્યોએ સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. ખાસ કરીને પોતાના મિત્રો અને પરિવારજનો ગુમાવનારા લોકો અથવા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તો અથવા પોતાના પ્રિયજનને શોધી રહેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવાની સાથે મુશ્કેલીના આ સમયમાં તેમની સાથે હોવાનું તેમણે જણાવ્યું હતું.

સેન્ટર દ્વારા ઈમરજન્સી સર્વિસીસ તેમજ કરુણા, માનવતા અને આશા સાથે તરત જ પ્રતિક્રિયા આપનારા તમામ લોકોનો તેમણે આભાર માન્યો હતો.સેન્ટર દ્વારા આ હોનારતના પીડિતો માટે ફંડ એકત્ર કરવામાં આવશે. આ હેતુ માટે નાનું અથવા મોટું જે પણ રકમનું ડોનેશન અપાશે તે ખૂબ આવકાર્ય રહેશે.


    comments powered by Disqus