ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિન ઉજવાશે

Wednesday 14th June 2017 06:49 EDT
 
 

 

લંડનઃ ભારતીય હાઈ કમિશન આગામી ૨૦મી જૂનને મંગળવારે ઈન્ડિયન ટુરિઝમ ઓફિસના સહયોગથી ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે બપોરે ૩થી રાત્રે ૮ દરમિયાન ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરશે. આ કાર્યક્રમને લંડનના મેયર સાદિક ખાને સમર્થન આપ્યું છે.

ભારતીય હાઈ કમિશન સાથે ઘણી યોગ સંસ્થાઓ જોડાયેલી છે. દરેક સંસ્થાને યોગના આસનો અને ધ્યાનના નિદર્શન માટે ૧૫ મિનિટનો સમય ફાળવવામાં આવ્યો છે. ત્યારપછી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે.

યોગમાં રસ ધરાવતા તમામ લોકોને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાગ લેવા ભારતીય હાઈ કમિશને અનુરોધ કર્યો છે. હાઈ કમિશન દ્વારા ૨૦મી જૂન અગાઉ યોગના પ્રેક્ટિસ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આપ તેની વિગતો અને સમયની માહિતી IHC Londonની વેબસાઈટ પરથી મેળવી શકશો.


comments powered by Disqus