મોદી - શરીફ મળ્યા, કથ્થક નિહાળી છૂટા પડ્યા

Wednesday 14th June 2017 06:52 EDT
 
 

બૈજિંગઃ સરહદે બે ભારતીય જવાનોના માથા કાપી લેવાની કાયર અને ઘૃણાસ્પદ ઘટનાને અંજામ આપનારા પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વીતેલા સપ્તાહે અલપઝલપ મળ્યા હતા. બન્ને વચ્ચે આ મુલાકાત અસ્તાનામાં થઇ હતી. આ સમયે મોદીએ નવાઝ શરીફને તેમની માતા તેમજ પરિવારના સ્વાસ્થ્ય અંગે પૂછ્યું હતું તેમ સુત્રોએ જણાવ્યું હતું.
મીડિયા અહેવાલો અનુસાર મોદી અને શરીફે એકબીજાની સાથે હાથ મિલાવ્યા હતા. જોકે એકબીજા સાથે બેસવાનું ટાળ્યું હતું. કઝાકિસ્તાનના પ્રમુખ નુરસુલ્તાન મઝરબાયેવ દ્વારા આયોજીત એક સમારોહમાં મોદી અને શરીફની આ મુલાકાત થઇ હતી. જેમાં રશિયાના પ્રમુખ પુતિન, ચીનના પ્રમુખ જિનપિંગ પણ હતા. જોકે મોદી-શરીફ મુલાકાત ઔપચારિક જ હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બન્ને દેશના વડાઓએ ભારતીય ટીમ દ્વારા રજૂ કરાયેલું કથ્થક નૃત્ય પણ નિહાળ્યું હતું.


comments powered by Disqus