બોલિવૂડમાં રણબીર કપૂર અને દીપિકા પદુકોણ વચ્ચેના પ્રેમસંબંધ અને બ્રેકઅપની ઘણી ચર્ચા હતી. રણબીર દીપિકા છૂટા પડ્યા પછી કેટરિના કેફ અને રણબીરનો પ્રેમસંબંધ બંધાયાની વાત હતી. જોકે રણબીર કેટનો સંબંધ પણ ઝાઝો ટક્યો હોય તેમ લાગતું નથી. જ્યારે કહેવાય છે કે દીપિકા રણવીર સિંહની ગર્લફ્રેન્ડ છે. કદાચ આજ કારણે હાલમાં રણવીર સિંહે દીપિકાનું મન રાખવા કેટરિના સાથેની ફિલ્મની ઓફર ઠુકરાવી છે. દીપિકા અને કેટરિના વચ્ચે લાંબા સમયથી કોલ્ડ વોર ચાલી રહ્યું છે. દીપિકા અને કેટરિના એકબીજાથી દૂર રહેવાનું પસંદ કરે છે.

