વિખ્યાત કલાકાર માયાબેન દીપક યુકેની મુલાકાતે

Wednesday 14th June 2017 11:24 EDT
 
 

ગુજરાત, બ્રિટન, અમેરિકા, દુબઇ, મસ્કત અને વિદેશોમાં પોતાના મનમોહક અવાજ દ્વારા ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર કલાકાર માયા દીપક યુકેની મુલાકાતે પધાર્યા છે અને અોક્ટોબર સુધી રોકાણ કરનાર છે. મહેસાણા જીલ્લાના કડીના ખાનદાન પરિવારના સુપુત્રી માયાબેન દીપકે પોતાની હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની તાલીમ ૮ વર્ષની વયે શરૂ કરી હતી અને સંગીત વિશારદની ડીગ્રી ૧૯૮૪માં લીધી હતી જેમાં તેઅો ગુજરાતમાં સર્વ પ્રથમ આવ્યા હતા. તેઅો ૧૯૮૭થી દુરદર્શન અને અોલ ઇન્ડિયા રેડીયોના અોડીશન્ડ આર્ટીસ્ટ છે.
સુગમ સંગીત ક્ષેત્રે આપેલા અદકેરા યોગદાન બદલ તેઓ પ્રમાણપત્રો, મેડલ અને સન્માન મેળવી ચૂક્યા છે.
માયાબેન દેશ વિદેશમાં પ્રોગ્રામ આપવા ઉપરાંત એડવર્ટ જીંગલ્સ, ટાઇટલ્સ, ગીત-ગરબા, ગઝલ, બાલગીત, લોક ગીત, લગ્નગીતો ગાઇ ચૂક્યા છે અને તેમના અોડીયો સીડી - આલ્બમ પણ રજૂ થઇ ચૂક્યા છે. યુકેમાં માયાબેનના કાર્યક્રમોનું આયોજન કરવું હોય તો સંપર્ક: માયા દીપક 07891 192 487.


comments powered by Disqus