સંજય દત્તને વહેલો કેમ છોડ્યો?

Wednesday 14th June 2017 07:04 EDT
 
 

વર્ષ ૧૯૯૩ના શ્રેણીબદ્ધ બોંબધડાકા કેસમાં અભિનેતા સંજય દત્તને સજાના સમય કરતાં વહેલો છોડી મૂક્યા બદલ બોમ્બે હાઈ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે જવાબ માગ્યો છે. હાઈ કોર્ટે પૂછ્યું છે કે, સંજય દત્ત સજા કરતાં અડધો સમય તો પેરોલ પર બહાર હતો તો અધિકારીઓને ક્યારે સમય મળ્યો કે સંજય દત્તના વર્તનનું આકલન કરી શકે. તેમને કેવી રીતે ખબર પડી કે સંજય દત્તનો વ્યવહાર સારો હતો? અદાલતે ૧૨મી જૂને ૩ અઠવાડિયામાં આ અંગે ખુલાસો માગ્યો છે. ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ સંજય દત્તને ૧૦૩ દિવસ વહેલો છોડી મુકાયો હતો.


comments powered by Disqus