સલમાન ખાનના એપાર્ટમેન્ટમાં અજાણ્યો માણસ ઘૂસી ગયો

Wednesday 14th June 2017 07:05 EDT
 
 

અભિનેતા સલમાન ખાનના લાખો ચાહકો છે અને તેના ચાહકો તેની એક ઝલક જોવા તેના ઘર બહાર ઊભા રહે છે. જોકે, ૧૧મીની રાત્રે સલમાનના બિલ્ડીંગ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સિક્યુરિટી ગાર્ડ નહોતો તેવા સમયે એક અજાણ્યો માણસ એપાર્ટમેન્ટમાં ઘૂસી ગયો હતો. એક રહીશે આ બાબતે સિક્યુરિટી ગાર્ડને જાણ કરી હતી. તેણે પોલીસને જાણ કરી અને પોલીસે અજાણ્યા માણસને પકડી લીધો હતો. બાન્દ્રા પોલીસ સ્ટેશને માણસની પૂછપરછમાં તેણે તેનું નામ મહંમદ સિરાજુદ્દિન કહ્યું હતું. આ માણસની માનસિક હાલત પણ સ્થિર જણાતી નહોતી તેથી તેની સામે કોઈ કેસ કે ફરિયાદ દાખલ કરાયા નહોતા. તેને
માત્ર પૂછપરછ કરીને છોડી મુકાયો હતો.


comments powered by Disqus