બોલિવૂડની અભિનેત્રી રવિના ટંડને તાજેતરમાં પોતાનો સાડી પહેરેલો ફોટો ટ્વિટર પર મૂકવા સાથે લખ્યું હતું કે, ‘સાડી પહેરવાથી મને કોઈ ચોક્કસ સમાજની, ભગત, હિન્દુત્વની પ્રતીક કે સંઘી ગણાવશો? હું જણાવી દઉં કે મને સાડી પહેરવી ગમે છે અને હું માનું છું કે સાડી સુંદર અને લાવણ્યમય પોશાક છે. રવિનાએ પોતાનો સાડી પહેરેલો ફોટો શેર કરતાં કોઈએ ટ્વિટર પર તેને ભગત કહી હતી અને આ ટ્વિટના કારણે રવિનાને સાડી ‘કમ્યુનલાઈઝિંગ’ હોવાનું ગણાવીને ટ્રોલ કરવામાં આવી હતી. એક ટ્વિટર યુઝરે રવિનાને ટ્વિટર પર પૂછ્યું હતું કે, ‘આ ફિલ્મી વાપસીનો પ્રયાસ છે કે તમે ૨૦૧૯માં સંઘી સીટ મેળવવાના પ્રયાસમાં છો? આ પછી રવિનાએ લખ્યું હતું કે, સાડી પહેરવાનાને ધાર્મિક કે સાંપ્રદાયિક રંગ ન આપો મારો એવો કોઈ ઈરાદો નથી.

