૧૯૭૧ના યુદ્ધ દરમિયાનની પ્રેમકથા પર મેઘના ફિલ્મ બનાવે છે

Friday 16th June 2017 07:12 EDT
 
 

અભિનેત્રી રાખી અને ગીતકાર ગુલઝારની દીકરી મેઘના ગુલઝારની આગામી ફિલ્મ એક કાશ્મીરી મહિલા અને આર્મી ઓફિસરની પ્રેમકથા પર હશે. હરિન્દર સિક્કાના પુસ્તક પર આધારિત આ ફિલ્મ વર્ષ ૧૯૭૧ના યુદ્ધ પર આધારિત હોવાનું કહેવાય છે. વર્ષ ૧૯૭૧માં ભારત અને પાકિસ્તાનના યુદ્ધ સમયે એક કાશ્મીરી મહિલા ભારતીય સુરક્ષા સંસ્થાને સંવેદનશીલ માહિતી આપે છે અને એ પછી મહિલા ભારતીય આર્મી ઓફિસર સાથે લગ્ન કરે છે. તેવી વાર્તા ફિલ્મમાં દર્શાવાશે.


comments powered by Disqus