૨૩ ડિસેમ્બર, ૨૦૧૬ના દિવસે રિલીઝ થયેલી આમિર ખાન અભિનિત ફિલ્મ ‘દંગલ’ ભારત સહિત વિદેશોમાં પણ હિટ રહી છે. આ ફિલ્મે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ચીનમાં કર્યું છે. ‘દંગલ’ની પ્રશંસા ચીની રાષ્ટ્રપ્રમુખ શી જિંગપિંગે તાજેતરમાં કરી હતી. આ પ્રશંસા ચીની રાષ્ટ્રપ્રમુખે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કરી હતી. આ ફિલ્મે હવે હોલિવૂડની ફિલ્મને પડકાર ફેંક્યો છે. વિશ્વભરમાંથી ૩૦૧ મિલિયન ડોલરની કમાણી સાથે ચીનમાં ભારતીય ફિલ્મ ‘દંગલ’ ૩૦માં સ્થાને પહોંચી છે. ચીનમાં ફિલ્મ રિલીઝ બાદ બોક્સ ઓફિસ પર પચીસ ટકા નફાની કમાણી કરી છે.

