એક સંશોધન મુજબ લંડનની ઇમ્પિરિયલ કોલેજના વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે આયર્ન (લોહતત્ત્વ)ની ગોળીઓ ખૂબ જ ઘાતક આડઅસર ધરાવતી હોય છે. આયર્નની ગોળીઓ ૧૦ મિનિટમાં માંસપેશીની કોશિકાઓની અંદરના ડીએનએને નુકસાન પહોંચાડે છે. લેબમાં માનવમનની ઇન્ડોથેલિયલ કોશિકા પર પરીક્ષણ કર્યા બાદ વિજ્ઞાનીઓએ દાવો કર્યો હતો ઇન્ડોથેલિયલ માંસપેશી લોહીની અંદરની સપાટી અને રસવાહિની નસ વચ્ચે દીવાલ ઊભી કરે છે. સ્વસ્થ શરીર માટે આયર્ન જરૂરી છે. આ પ્રતિરોધી તંત્ર અને ઓક્સિજનના ટ્રાન્સપોર્ટમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. પણ મોટા પાયે આયર્નની ટેબલેટો ખાવી નહીં. આના તેની બદલે માંસ, માછલી અને ઘઉમાં તેની સારી માત્રા હોય છે. તેનું સેવન કરી શરીરમાં આયર્નની ખામી દૂર કરી શકે છે.
સામાન્ય રીતે એક મહિલાને દરરોજ ૧૫થી ૧૮ મિલિગ્રામ આયર્ન જોઈએ. ગર્ભવતી મહિલાને ૨૭ મિલીગ્રામ આયર્ન રોજ જોઈએ. એનીમિયાના રોગીઓ અને માસિક ધર્મ દરમિયાન વધુ રક્તસ્ત્રાવને કારણે આયર્નની જરૂર પડે છે. વયસ્ક પુરુષને મહિલાઓથી ઓછું આયર્ન જોઈએ. જો શરીરમાં સતત આયર્ન ઓછું રહે તો વાળ ખરે, નખ તુટે, માથાનો દુખાવો રહે, થાક લાગે, ચીડિયાપણું પણ આવે.
આવા કિસ્સામાં સામાન્ય રીતે આયર્નની ટેબલેટ ડોક્ટરો આપે છે, પણ હવે બ્રિટિશ વિજ્ઞાનીઓનું કહેવું છે કે આયર્નની માત્રા જોયા વિના પ્રિસ્ક્રિપ્શન લખી આપવામાં આવે છે.

