ટીવી અભિનેત્રી શ્રુતિ ઉલ્ફત સામે મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. કોબ્રા પ્રજાતિના સાપ સાથેના વીડિયોને કારણે વનવિભાગે એની ધરપકડ કરી છે. વાઇલ્ડ લાઇફ એક્ટનું ઉલ્લંઘન કરવાના આરોપસર શ્રુતિની સાથે બે પ્રોડક્શન મેનેજરની પણ ધરપકડ થઈ હતી. એનિમલ વેલ્ફેરના ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિઓની ફરિયાદને આધારે મુંબઈ પ્રાદેશિક વિંગના વન વિભાગના અધિકારીઓએ કેસ નોંધ્યો છે. આ વીડિયો ગયા વર્ષે 'નાગાર્જુન' સિરીયલના પ્રમોશન માટે બનાવાયો હતો. પ્રોડક્શન ટીમની દલીલ હતી કે આ કોબ્રા સાપ સાચૂકલો ન હતો. જોકે બાદમાં પ્રોડક્શન ટીમે સ્વીકાર્યું હતું કે સાપ અસલી છે. તમામને કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં એમને એક દિવસની કસ્ટડી મળી હતી. બીજા દિવસે તેમને જામીન પર છોડાયા હતા.

