"માતાનું ઋણ અનેકવિધ હોય છે. માતાનું ઋણ કોણ ચૂકવી શક્યું છે? જો માતાના ઋણનો હિસાબ માંડવામાં આવે અને જગતની બધી માતાઅોના ઋણને ચૂકવવાનો ખુદ ભગવાન પણ પ્રયાસ કરે તો ભગવાનને પણ દેવાળુ કાઢવું પડે" એમ વિખ્યાત સાહિત્યકાર શ્રી ઉમાશંકરભાઇ જોશીએ કહ્યું હતું.
આપણા સૌની ખૂબજ માવજત લઇને આપણું અદકેરું ઘડતર કરનાર જનેતાને કોટિ કોટિ વંદન કરતો વિશેષાંક "માતૃ વંદના - મધર્સ ડે સ્પેશ્યલ વિશેષાંક" આગામી માર્ચ માસમાં મધર્સ ડે પ્રસંગે પ્રકાશીત થનાર છે. જેમણે સદાય આપણું ભલું જ ઇચ્છ્યું છે તે જનેતાને ખરા દિલથી ગીત સંગીતના માધ્યમથી વંદન કરવા "ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ" દ્વારા ભારતથી ખાસ આ કાર્યક્રમ માટે જ પધારનાર વિખ્યાત ગાયક કલાકાર શ્રીમતી માયા દીપક અને ગૃપના વિવિધ કાર્યક્રમોનું આયોજન યુકેની વિવિધ સ્થાનિક સંસ્થાઅો અને સંગઠનો દ્વારા માર્ચ અને એપ્રિલ માસમાં કરવામાં આવી રહ્યું છે.
તા. ૨૬મી માર્ચ ૨૦૧૭ના રોજ આવી રહેલા "મધર્સ ડે"ના પાવન પર્વ પ્રસંગે "ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ" દ્વારા ભારતથી પધારનાર વિખ્યાત ગાયીકા શ્રીમતી માયા દીપક અને સ્થાનિક કલાકારોના સથવારે માતૃ વંદના દ્વારા જગતભરની જનેતાઅોને ગીત સંગીતના માધ્યમથી વંદન કરવામાં આવશે.
"ગુજરાત સમાચાર – એશિયન વોઇસ" દ્વારા લંડનના ભવન્સ ખાતે તા. ૨૬મી માર્ચ ૨૦૧૭ રવિવારના રોજ અને તા. ૨-૪-૨૦૧૭ રવિવારના રોજ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, બર્મિંગહામ ખાતે બપોરે ૩થી...માતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું છે. લંડન સહિત લેસ્ટર, બર્મિંગહામ, માંચેસ્ટર, વેલિંગબરો, પ્રેસ્ટન સહિત વિવિધ શહેરોમાં 'માતૃ વંદના' કાર્યક્રમનો લાભ સૌ કોઇને મળે તે માટે વિસ્તૃત આયોજનો કરવાની અમારી ભાવના છે. જે તે શહેરના સામાજીક સંગઠનો, મંડળ કે મંદિરના સંચાલકો દ્વારા માતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવું હોય તેમને સત્વરે અમારો સંપર્ક કરવા વિનંતી છે.
આપણી જનેતાનો પ્રેમ હંમેશા નિઃસ્વાર્થ અને અવર્ણનીય રહ્યો છે. આ જનેતાને મા, મમ્મી અને મોમ'ને વંદન કરવાનો... જનેતા પરત્વે પ્રેમ પ્રગટ કરવા માટે અમે એક વિશેષાંક પણ પ્રસ્તુત કરનાર છીએ. જેમાં અનોખા પ્રેમ સંબંધો ધરાવનાર માતાના એક્સક્લુસીવ ઇન્ટરવ્યુ, આપના ઉછેરમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર જનેતા માટે આપના દ્વારા જ લખાયેલ અહેવાલ, એકલે હાથે પતિ કે સહારા વગર પોતાના સંતાનોને ઉછેરનાર વિધવા કે ત્યક્તા મહિલાઅોની હ્રદયદ્રાવક વાતો, જીવનમાં જનેતાનું મહત્વ, નોંધપાત્ર પ્રદાન કરનાર જનેતાઅો અંગેના અહેવાલો - કાવ્યો સહિત વિવિધ લોકભોગ્ય માહિતીનો સમાવેશ કરવામાં આવશે.
જો આપ આ મેગેઝીનમાં પોતાની માતાની મુલાકાત, માતાને અંજલિ આપતો કે વંદન કરતો લેખ - પ્રોફાઇલ્સ કે અન્ય માહિતી રજૂ કરવા માંગતા હો, મેગેઝીનના કવર પેજ પર આપની માતાની તસવીર સહિત લેખ રજૂ કરવા માંગતા હો કે જાહેર ખબર મૂકવા માંગતા હો કે પછી વિશેષાંક વિશે વધુ માહિતી જોઇતી હોય તો આજે જ અમારો સંપર્ક કરો. ફોન નં. 020 7749 4085 or [email protected]
•••
આગામી કાર્યક્રમો
• તા. ૨૬-૩-૧૭ રવિવાર
ભારતીય વિદ્યાભવન, લંડન સાંજે ૬-૩૦થી...
• તા. ૨-૪-૨૦૧૭ રવિવાર
શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, બર્મિંગહામ બપોરે ૩થી...
(તમામ કાર્યક્રમો ડીનર સાથે)
•••
