ધીરે બોલતાં લોકો ભારે શબ્દો વાપરે, ઝડપથી બોલનારા સરળ

Wednesday 15th February 2017 05:59 EST
 
 

વોશિંગ્ટનઃ મહિલાઓને મુકાબલે પુરુષો પોતે જે કહેવા માગતા હોય તે વાત કે મુદ્દો વધુ સારી રીતે સમજાવી શકે છે. બ્રાઉન યુનિવર્સિટીના માનસશાસ્ત્રના પ્રાધ્યાપક અને સંશોધક ડો. ઉરીઅલ પ્રિવાએ જણાવ્યું છે કે વ્યક્તિ ઝડપથી બોલે કે ધીરે ધીરે, પરંતુ સામેવાળા સુધી પોતાની વાત પહોંચાડવાને મુદ્દે તેનાથી કોઈ ફરક પડતો નથી. વાત એમ છે કે ધીરે ધીરે કે ચીપી ચીપીને વાત સમજાવનારાં લોકો અજાણ્યા કે ભારે ભરખમ શબ્દો બોલતા હોય છે, જ્યારે ઝડપથી બોલનારાં લોકો સામાન્ય કે સરળ શબ્દોનો ઉપયોગ કરતાં હોય છે.
પ્રકાશિત થયેલા સંશોધન લેખ મુજબ જ્યારે આપણે કોઈ પણ વાત સમજાવતાં હોઈએ છીએ ત્યારે જ ખૂબ સાંકડા માર્ગ પરથી પસાર થતા હોઈએ તેવી સ્થિતિમાં હોઈએ છીએ. તેને કારણે તે સમયે સામાવાળાને ખૂબ બધું કે ખૂબ ઓછું સમજાવી શકીએ તેવું કાંઈ હોતું જ નથી.
સંશોધન વખતે ધ્યાને આવ્યું હતું કે કેટલાંક લોકો જ્યારે અન્યથી વધુ ઝડપથી બોલીને સમજાવતાં હોય છે ત્યારે સ્વાભાવિક સરળ શબ્દો અને સરળ વાક્યરચનાનો ઉપયોગ કરતાં હોય છે. જ્યારે ધીરે ધીરે વાત સમજાવનારા જટિલ શબ્દ અને વાક્યરચનાનો ઉપયોગ કરતા હોય છે.


comments powered by Disqus