મેગાસ્ટાર અમિતાભ બચ્ચને કહ્યું છે કે તેઓ હંમેશા સંજય લીલા ભણસાલી સાથે કામ કરવા ઈચ્છતા હતા અને જ્યારે ફિલ્મનિર્માતાએ તેમને ફિલ્મ ‘બ્લેક’માં રોલ ઓફર કર્યો તો પોતે આ માટે કોઈ પૈસા લીધા નહોતા. અભિનેતાએ ‘બ્લેક’ને સમર્પિત એક ખાસ બ્લોગમાં કહ્યું હતું કે આ શ્રેષ્ઠ ફિલ્મના એક ભાગ બનવું એ જ પૂરતું હતું. ઉલ્લેખનીય છે કે ‘બ્લેક’ રિલીઝ થયાને તાજેતરમાં ૧૨ વર્ષ થયા છે. આ ફિલ્મ અમેરિકન લેખિકા હેલન કેલરની જિંદગી પર આધારિત હતી. ફિલ્મમાં રાની મુખરજીએ દૃષ્ટિહીન અને બધિર મહિલાનું પાત્ર જ્યારે બચ્ચને શિક્ષકનું પાત્ર ભજવ્યું હતું.

