વોશિંગ્ટનઃ બે સિનિયર સાંસદોએ અમેરિકામાં કાયદેસર ઇમિગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવાની માગણી કરતો અંગેનો એક ખરડો સંસદમાં રજૂ કર્યો છે. ખરડામાં આગામી એક દાયકામાં કાયદેસર ઇમિગ્રન્ટ્સની સંખ્યા ઘટાડીને અડધી કરવાની જોગવાઇ કરવામાં આવી છે.
જો આ સૂચિત ખરડો અમેરિકી સંસદમાં પસાર થાય અને કાયદો બની જશે તો અમેરિકામાં કાયમી નિવાસ કે ગ્રીનકાર્ડ મેળવવા માગતા ભારે સંખ્યામાં ભારતીયો સહિત વિદેશી નાગરિકો પર વિપરીત અસર પડી શકે છે.
રિફોર્મિંગ અમેરિકન ઇમિગ્રેશન ફોર સ્ટ્રોંગ એમ્પ્લોયમેન્ટ, અથવા Raise Act બિલ રિપબ્લિકન સેનેટર ટોમ કોટન અને ડેમોક્રેટિક પાર્ટીના ડેવિડ પર્ડ્યુ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે.
સૂચિત કાયદો અમેરિકાની ઇમિગ્રેશન વ્યવસ્થા ધરમૂળથી બદલી નાખશે અને કુશળતા આધારિક વિઝા વગર દેશમાં આવતા ભારતીયો સહિત વિદેશી લોકોની સંખ્યા નોંધપાત્ર ઘટાડો થશે.
હાલ ગ્રીનકાર્ડ મેળવવા માટે ૧૦થી ૩૫ વર્ષ સુધી રાહ જોવી પડે છે. જો ખરડો સંસદમાં પસાર થઇને કાયદો બની જશે તો ગ્રીનકાર્ડ મેળવવા માટે અડધી ઉંમર નીકળી જશે. હજારો વિવાદાસ્પદ ખરડાને ટ્રમ્પ વહીવટી તંત્રનો ટેકો હોવાનું કહેવામાં આવે છે.
જો ખરડો સંસદમાં પસાર થઇ જશે તો રોજગાર આધારિત કેટેગરીમાં પોતાના ગ્રીનકાર્ડ મેળવવાના હજારો ભારતીય અમેરિકનોનાં સ્વપ્ન રોળાઇ જાય તેવી પૂરી શક્યતા છે.
આકરી જોગવાઈ
• દર વર્ષે અમેરિકામાં ૧૦ લાખ ગ્રીન કાર્ડ જારી કરાય છે. તેની સંખ્યા પાંચ લાખ કરી નાખવા બિલમાં જોગવાઈ છે.
• વિઝા લોટરી ખતમ કરવાની પણ દરખાસ્ત. Raise Act આ લોટરીમાં ફાળવાતા ૫૦,૦૦૦ વિઝા પણ ખતમ કરી નાખશે.
• સૂચિત ખરડામાં કાનૂની ઇમિગ્રેશન વ્યવસ્થામાં રહેલી કેટલીક છટકબારીઓ દૂર કરવા માટે પગલાં ભરાશે.

