ન્યૂ યોર્કઃ વિજ્ઞાનીઓનું કહેવું છે કે વહેલી સવારે જોગિંગ કરવાથી તમારું માનસ સક્રિય થઈ જાય છે અને બાકીના દિવસ દરમિયાન પણ સતર્ક રહે છે. મગજનો જે ભાગ નિર્ણયો લેવા કે આયોજન કરવાનું કામ કરતો હોય છે તે જોગિંગ કરવાથી સક્રિય થઈ જાય છે. એવું કહેવાતું રહ્યું છે કે સંગીતવાદન કરવાથી મગજનો તે હિસ્સો સક્રિય બને છે. મગજના ભાગને ફ્રન્ટલ કોર્ટેક્સ કહે છે, પરંતુ વિજ્ઞાનીઓએ પહેલી વાર કહ્યું છે કે જોગિંગથી પણ તે ભાગ સક્રિય બને છે અને સ્મૃતિશક્તિ વધે છે તેમ જણાવ્યું છે. એરોઝોના યુનિવર્સિટીના સંશોધકો ૧૮થી ૨૫ વર્ષના અને જોગિંગ કરતાં યુવાનો અને છેલ્લા એક વર્ષથી કોઈ પણ પ્રકારની કવાયત ના કરનારાં લોકોની સ્મૃતિશક્તિની તુલના કરીને આ તારણ સુધી પહોંચ્યા છે.
તેમણે આ પ્રયોગ માટે પુરુષો પર જ પસંદગી ઉતારી હતી, કારણ કે માસિકચક્રને કારણે માનસ અને શરીર પર પડતી અસરોને લીધે મહિલોઓનો અભ્યાસ કરવો મુશ્કેલ હતો.

