ઝી સિને એવોર્ડમાં ચાર એવોર્ડ મેળવીને છવાઈ ‘નીરજા’

Wednesday 15th March 2017 07:43 EDT
 
 

મુંબઈમાં ૧૧મી માર્ચે ઝી સિને એવોર્ડ્સની ઇવેન્ટ હતી. આ કાર્યક્રમમાં સલમાન ખાન, અનુષ્કા શર્મા, કરીના કપૂર, સની લિયોની, આલિયા ભટ્ટ, સુભાષ ઘાઈ, દિશા પટની, ડાયના પેન્ટી, રિતિક રોશન, ટાઈગર શ્રોફ અને સોનાલી બેન્દ્રે સહિતની હસ્તીઓએ રેડ કારપેટ વોક કર્યું હતું. ઇવેન્ટમાં નિર્દેશક અનિરુદ્ધ રાય ચૌધરીની અભિતાભ બચ્ચન અને તાપસી પન્નુ સ્ટારર ફિલ્મ ‘પિંક’ને જુરી ચોઈસમાં શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો હતો. આ જ યાદીમાં આલિયા ભટ્ટને ‘ઊડતા પંજાબ’ માટે શ્રેષ્ઠ અભિનેત્રી અને અમિતાભ બચ્ચને ‘પિંક’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો હતો. આ વર્ગમાં અન્ય પુરસ્કારની યાદી આ મુજબ છે

અન્ય પુરસ્કારની યાદી

  • બેસ્ટ ડેબ્યુટ (ફિમેલ): રિતિકા સિંહ (સાલ ખડુસ)
  • બેસ્ટ ડેબ્યુટ (મેલ): જિમ સર્ભ (નીરજા)
  • બેસ્ટ ડિરેક્ટરઃ રામ માધવાની (નીરજા)
  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસઃ શબાના આઝમી (નીરજા)
  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ રિશિ કપૂર (કપૂર એન્ડ સન્સ)
  • બેસ્ટ એકટર ઇન નેગેટિવ રોલઃ જિમ સર્ભ (નીરજા)
  • બેસ્ટ એક્ટર ઇન કોમિક રોલઃ રિશિ કપૂર (કપૂર એન્ડ સન્સ)
  • વ્યુઅર્સ ચોઈસ એવોર્ડ
  • બેસ્ટ ફિલ્મઃ દંગલ
  • બેસ્ટ એક્ટરઃ સલમાન ખાન (સુલતાન)
  • બેસ્ટ એક્ટ્રેસઃ અનુષ્કા શર્મા (સુલતાન)
  • બેસ્ટ સોંગ ઓફ ધ યરઃ ચન્ના મેરેયા (એ દિલ હૈ મુશ્કિલ)

comments powered by Disqus