• ગુજરાત સમાચાર- એશિયન વોઈસ તથા સ્થાનિક સંસ્થાઓના ઉપક્રમે ‘એ ટ્રીબ્યુટ ટુ મધર્સ’ માયા દીપકને સંગ મધર્સ ડે નિમિત્તે માતૃવંદના કાર્યક્રમનું રવિવાર તા.૨૬-૩-૧૭ સાંજે ૫.૩૦ વાગે ધ ભવન - ભારતીય વિદ્યા ભવન, 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07786 312 575
• નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ, યુકેની મહિલા ટીમ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન અને મધર્સ ડે નિમિત્તે મહિલાઓની સમસ્યાઓ વિશે ચર્ચા અને વક્તવ્યનું શનિવાર તા.૨૫-૩-૧૭ સવારે ૧૦.૩૦થી બપોરે ૨.૩૦ દરમિયાન મુંબઈ ગાર્ડન્સ રેસ્ટોરન્ટ, હેડસ્ટન લેન, હેરો HA2 6LYખાતે આયોજન કરાયું છે. સંપર્ક. કૃષ્ણા પૂજારા 07931
708 028
• નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા શનિવાર તા.૨૫-૩-૧૭ સાંજે ૭.૩૦થી મધર્સ ડે ઈવ પાર્ટીનું ૨૬ B, ટુટિંગ હાઈ સ્ટ્રીટ, લંડન SW17 0RG ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. પ્રવિણ અમીન 020 8337 2873
• ઓમ શક્તિ ડે સેન્ટર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું બુધવાર તા.૨૨-૩-૧૭ સવારે ૧૧થી બપોરે ૩ દરમિયાન બાયરન હોલ, હેરો લેઝર સેન્ટર, ક્રાઈસ્ટચર્ચ એવન્યુ, હેરો HA3 5BD ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રંજનબેન 07930 335 978
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૧૯-૩-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર ધન્નાબેન પગરાણી (દુબઈ) છે. સંપર્ક. 020 8459 5758
• શ્રી સનાતન મંદિર ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQખાતે રવિવાર તા.૨૬-૩-૧૭ સવારે ૧૦.૩૦ જલારામ ભજન અને બપોરે ૧ વાગે ભોજનનું તેમજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન અને મધર્સ ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક. 01162 661 402
• મહાકાળી મંડળ દ્વારા મંગળવાર તા. ૨૭-૩-૧૭થી બુધવાર તા.૫-૪-૧૭ દરમિયાન દરરોજ સાંજે ૭.૩૦ વાગે ચૈત્રી નવરાત્રિ ગરબાનું કેનન્સ હાઈસ્કૂલ, શેલ્ડન રોડ, એજવેર HA8 6AN ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. પુષ્પાબેન 02089 070 385
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN ખાતે બુધવાર તા.૨૨-૩-૧૭ સાંજે ૭.૩૦થી રાત્રે ૮.૩૦ દરમિયાન સંસ્કૃત સ્પીકિંગ–ટેસ્ટર ક્લાસનું આયોજન કરાયું છે. સંપર્ક. 01772
253 901
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી મીડલસેક્સUB8 2DZ ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૧૮-૩-૧૭ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા • રવિવાર તા.૧૯-૩-૧૭ બપોરે ૩ વાગે ભજન અને સાંજે ૫ વાગે આરતી, બાદમાં મહાપ્રસાદ. સંપર્ક. 07882 253 540