‘કાઈપો છે’ અને ‘આયેશા’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ અમૃતા પુરીએ ૧૧મી નવેમ્બરે બોયફ્રેન્ડ ઈમરુન શેઠી સાથે બેંગકોકમાં સાત ફેરા લીધા છે. વર્ષ ૨૦૧૦માં સોનમ કપૂર સાથે ‘આયેશા’ ફિલ્મથી તેણે બોલિવૂડમા ડેબ્યુ કર્યું હતું. બાદમાં તે ‘કાઈપો છે’માં સુશાંત સિંહ રાજપૂતની બહેનના રોલમાં જોવા મળી હતી. અમૃતાનો પતિ ઈમરુન શેઠી હોટેલિયર છે. ઈમરુન અને અમૃતા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. અમૃતાએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે.

