સાધારણ ઠંડીની સીઝન શરૂ થાય ત્યારથી આમળા બજારમાં મળવાની શરૂઆત થઈ જતી હોય છે. આમળા મોટા ભાગના લોકો ખાવાના પસંદ કરે છે, પરંતુ ઘણા લોકો ખટાશના કારણે આમળા ખાઈ શકતા નથી, પરંતુ આમળાનું સેવન કરવાથી ઘણી બીમારીમાં રાહત મળે છે.
• આમળામાં વિટામિન-સીની માત્રા વધારે હોય છે. ત્રણ સંતરા ખાવાથી જેટલું વિટામિન-સી મળે છે, તેટલું એક આમળું ખાવાથી વિટામિન-સી મળે છે.
• આમળા ખાવાથી લિવરને શક્તિ મળી છે. જેનાથી આપણા શરીરમાંથી જરૂર વિનાનો કચરો સરળ રીતે બહાર નીકળે છે.
• આમળાનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત બને છે.
• આમળાનો જ્યૂસ પીવાથી લોહીની શુદ્ધિ થાય છે.
• આમળા ખાવાથી આંખોની શક્તિમાં વધારો થાય છે.
• આમળા ખાવાથી ત્વચા અને વાળને પોષણ મળે છે.
• સવારે આમળાનો મુરબ્બો ખાવાથી શરીર સ્વસ્થ બને છે, સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
• હળદર સાથે આમળાના પાઉડરનું સેવન કરવાથી ડાયાબિટીસના રોગમાં રાહત થશે.
• નાકમાંથી લોહી નીકળતું હોય તો આમળાને ક્રશ કરીને બકરીના દૂધમાં તેને મિક્સ કરીને લેપ બનાવો. આ લેપને માથા પર લગાવો. આમ કરવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થશે.
• પથરીની તકલીફ હોય તો આમળાનો પાઉડર, મૂળાના રસ સાથે ૪૦ દિવસ સુધી પીવો તેનાથી પથરી નીકળી જશે.

