લંડનઃ ઘણાને નેચરકોલ દરમિયાન ટોઇલેટમાં પણ મોબાઇલ ફોનના સ્કિન પર આંગળીના ટેરવા ફેરવવાની ટેવ હોય છે. મોબાઇલ યુઝર્સ ન્યુઝ ફિડ,સોશિયલ મીડિયા સાઇટ્સ તથા ચેટિંગ માટે આને ફૂરસદનો શ્રેષ્ઠ સમય સમજે છે.
જોકે, નિષ્ણાતોના મતે ટોઇલેટમાં સેલફોનનો ઉપયોગ આરોગ્ય માટે સૌથી ખતરનાક છે. તેથી નેચરલ કોલની સ્થિતિમાં પણ અવરોધ પેદા થાય છે. એટલું જ નહીં, ટોઇલેટ ફલશ કરાય છે ત્યારે આરોગ્યને નુકસાનકર્તા જીવાણુ ઝડપથી ફેલાઇને ફોન પર ચોંટી જાય છે. ટોઇલેટમાંથી બહાર નીકળ્યા પછી હાથ-શરીરને સ્વચ્છ કરી શકાય છે તેમ સેલફોનને ધોઇ શકાતો નથી.
મોબાઇલને કપડાથી લુછવામાં આવે તો પણ માઇક્રો જર્મ્સ તેના બાહ્ય પાર્ટસ પર રહી શકે છે. કયારેક તો આ સેલફોન લઇને યુઝર્સ ટેબલ પર નાસ્તો કરવા બેસી જાય છે જેનાથી આરોગ્ય જોખમાઇ શકે છે. આવો સેલફોન બીજાની સાથે શેર કરવોએ પણ જોખમી હોવાથી ટોઇલેટ જતી વખતે ઉપયોગ નહીં કરવો હિતાવહ છે.
લંડન મેટ્રોપોલિટન યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજિસ્ટ પોલ મેટવેલ કહે છે કે ટોઇલેટ એ સેલફોનના વપરાશની સૌથી ખરાબ જગ્યા છે. ટોઇલેટ સીટ, હેન્ડલ, ટેપ, સિન્ક પર ડેન્જરસ ડિસિઝ પેદા કરનારા ઇકોલા સહિતના અનેક જર્મ હોય છે. જેથી યુરિન ટ્રેક ઇન્ફેકશન, ડાયેરિયા, કોન્ટેજીયસ રેસપિરેટરી ઇન્ફેકશન (સીઆરઆઇ) થવાની પણ શકયતા રહે છે. આ ઉપરાંત કેટલાકને બાથરૂમમાં મિરર સેલ્ફી લેવાની ટેવ હોય છે. આ અંગે મેટવેલની સલાહ આપે છે કે ટોઇલેટ કયુબિકની વિઝીટ પહેલા અને પછી હાથ બરાબર સાફ કર્યા પછી જ મોબાઇલ હાથમાં લેવો જોઇએ.

