• શિરડી સાંઈ ગ્લોબલ ફાઉન્ડેશન અને શિરડી સાંઈ સંસ્થાન, યુકે દ્વારા સાંસ્કૃતિક સંધ્યાનું શનિવાર તા.૧૮-૧૧-૧૭ સાંજે ૫થી રાત્રે ૮ દરમિયાન શ્રી સનાતન હિંદુ મંદિર, ઈલિંગ રોડ, વેમ્બલી HA0 4TA ખાતે આયોજન કરાયું છે. બાદમાં પ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. મનુભાઈ બજાજ 07770 442 994
• શ્રી ઠાકુર અનુકુલચંદ્રના સત્સંગનું શનિવાર તા.૧૮-૧૧-૧૭ સાંજે ૬.૩૦ વાગે VHPહિંદુ ટેમ્પલ, ૪૩, ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ, એસેક્સ IG1 1EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07868 098775
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે રવિવાર તા.૧૯-૧૧-૧૭ સવારે ૯.૩૦થી બપોરે ૪ દરમિયાન બપોરે ૨,૩૦ વાગે સહેલી સંગઠન મિટીંગ સાથે ભજનભોજનનું આયોજન કરાયું છે. સંપર્ક. 01772 253 901
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૧૯-૧૧-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સર નેમાબહેન અને ફતુભાઈ મૂલચંદાણી તથા સુનિતાબહેન મંગલાણી (યુએસએ) છે. સંપર્ક. 020 8459 5758
• ઈન્ડિક બુક ક્લબ અને સંસ્કૃત ભારતી યુકે દ્વારા ઈન્ડિક ટોક્સ અંતર્ગત રામ વૈદ્ય અને ડેવિડ સ્ટોલરના પ્રવચનનું રવિવાર તા.૧૯-૧૧-૧૭ બપોરે ૧થી સાંજે ૫ દરમિયાન લક્ષ્મીનારાયણ ટેમ્પલ, ૬૦, નેવિલ ક્લોઝ, મીડલસેક્સ હંસલો TW3 4JGખાતે આયોજન કરાયું છે. પ્રસાદની વ્યવસ્થા છે.
• વૈષ્ણવ સંઘ ઓફ યુકે દ્વારા શુક્રવાર તા.૨૪-૧૧-૧૭ સવારે ૧૧થી સાંજે ૬ દરમિયાન પૂ. દ્વારકેશલાલજી મહોદય (કડી-અમદાવાદ)ની ઉપસ્થિતિમાં ગોવર્ધનપૂજા, વચનામૃત, નંદ મહોત્સવ સાથે પ્રાગટ્યોત્સવ અને મહામહોત્સવનું વ્રજધામ હવેલી, ૫૮ લફબરો રોડ, લેસ્ટર LE4 5LD ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. વિજયભાઈ મોરઝારીયા 07983 621 876
• છ ગામ નાગરિક મંડળ, યુકે દ્વારા છ ગામ લગ્ન ઈચ્છુક યુવક-યુવતીઓના પરિચય મેળાનું રવિવાર તા.૨૬-૧૧-૧૭ બપોરે ૧થી ૪.૩૦ દરમિયાન નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ હોલ, ટુટિંગ હાઈ સ્ટ્રીટ, લંડન SW17 0RG ખાતે આયોજન કરાયું છે. સંપર્ક પ્રવિણભાઈ અમીન07967 013 871
• નહેરુ સેન્ટર, યુકે ૮, સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતેના નવેમ્બર -૨૦૧૭ના કાર્યક્રમો- મંગળવાર તા.૨૧ સાંજે ૬.૩૦ ઉસ્તાદ સુલતાન ખાનની સ્મૃતિમાં ગઝલો અને ગીતો - ગુરુવાર તા.૨૩. સાંજે ૬.૩૦ ડિમિસ્ટીફાઈંગ ઈન્ડિયા અભયસિંઘનું લેક્ચર – શુક્રવાર તા.૨૪ સાંજે ૬.૩૦ ડોક્યુમેન્ટરી ફિલ્મ 'સરગઢી - ધ ટ્રુ સ્ટોરી' સંપર્ક. 020 7491 3567
અવસાન નોંધ
મૂળ ચાંગાના અને હાલ ક્રોયડન ખાતે રહેતા જીતેન્દ્રભાઇ ઉમેદભાઇ પટેલનું તા. ૧૨ નવેમ્બર ૨૦૧૭ના રોજ ૬૨ વર્ષની વયે નિધન થયું છે. સંપર્ક: પરિમલ પટેલ 07939 140 360.
