કેન્સર વિશે જાગૃતિ અભિયાનને જાણીતા ટીવી અભિનેતા નકુલ મહેતાનું સમર્થન

Friday 11th August 2017 05:47 EDT
 
 

સ્ટાર ટીવીના અભિનેતા નકુલ મહેતા પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE)ના કેન્સર વિશેના રાષ્ટ્રીય જાગૃતિ અભિયાન કેન્સરથી વાકેફ રહો ' બી ક્લિયર ઓન કેન્સર'ને સમર્થન આપે છે. ઈંગ્લેન્ડમાં જે મુખ્ય કારણોસર લોકોના મૃત્યુ થાય છે તેના લક્ષણો જે લોકો ધરાવતા હોય તેમને ડોક્ટર પાસે ચેક અપ કરાવવાની સૂચના અપાય છે.

ઈંગ્લેન્ડમાંદર વર્ષે ૧૫૦,૦૦૦ મૃત્યુ ફેફ્સાના કેન્સર, હૃદયરોગ અને ફેફ્સાના રોગને લીધે થાય છે. રોગના વહેલા નિદાનથી લોકોની જીંદગી બચાવી શકાય અને ફેફ્સાના રોગના એક સામાન્ય પ્રકાર જેમાં એમ્ફીસેમા અને ક્રોનિક બ્રોન્કાઈટીસનો સમાવેશ થાય છે તેવા ક્રોનિક ઓબ્સ્ટ્ર્ક્ટીવ પલ્મોનરી ડિસીઝ (COPD) સાથે જીવતા દર્દીઓના જીવનધોરણમાં સુધારો થાય છે.

સ્ટાર ટીવીના અભિનેતા નકુલ મહેતાએ જણાવ્યું હતું,' આપણી કોમ્યુનિટી માટે આ રોગોના લક્ષણ જાણવા ખૂબ મહત્ત્વનું છે.

રોજિંદા કાર્યો કરતા આપને હાંફ ચડે અથવા ત્રણ અઠવાડિયા કે તેના કરતા વધુ સમયથી ખાંસી રહેતી હોય તો તે ફેફ્સાનો રોગ, હૃદયરોગ અથવા કેન્સરના લક્ષણ હોઈ શકે. તેનું વહેલું નિદાન થાય તો તેની વધુ સારવાર શક્ય બને અને આપનું જીવન બચી શકે. તેથી તેની અવગણના ન કરો. તેના વિશે ડોક્ટરને કહેવા હું આપને અનુરોધ કરું છું.'

આ અભિયાન આવા લક્ષણ ધરાવતી કોઈ પણ વ્યક્તિને તેમના GPને બતાવવા સૂચના આપે છે અને લોકોને પણ એકબીજાની તપાસ કરાવવા અને મિત્રો તથા પરિવારને તેના પર આગળ વધવા જણાવે છે.

સતત આવતી ખાંસી અને હાંફ વિશે નકુલ મહેતાની ફિલ્મ

http://bit.ly/2vWQ1U અને http://bit.ly/2gZ4usC પર નિહાળો.


comments powered by Disqus