નવી દિલ્હીઃ લાંબો સમય યોગ કરવાથી મસ્તિષ્કની સંરચનામાં બદલાવ આવી શકે છે અને વૃદ્ધાવસ્થામાં યાદશક્તિ ઘટવાનું જોખમ પણ ઘટે છે. લાંબા સમયથી યોગ કરતી વૃદ્ધ મહિલાઓના મસ્તિષ્કના અભ્યાસ બાદ સંશોધકોએ આ તારણ કાઢ્યું છે. ઉંમર વધવાની સાથે મસ્તિષ્કની સંરચના અને કાર્યક્ષમતામાં ફેરફાર થાય છે, જેથી ઘણી વાર યાદશક્તિ ઘટે છે. મસ્તિષ્કમાં થતા ફેરફારથી સેરેબ્રલ કોર્ટેક્સ પાતળું થઈ જાય છે, જેને યાદશક્તિ ઘટવા સાથે સંબંધ છે.
આ ફેરફારો કઈ રીતે બદલી કે ધીમા પાડી શકાય તે અંગે બ્રાઝિલના સાઓ પાઉલો સ્થિત ઇસરેલિતા આલ્બર્ટ આઇન્સ્ટાઇન હોસ્પિટલનાં એલિસા કોજાસા જણાવે છે કે વ્યાયામ અને યોગથી જે રીતે માંસપેશીઓનો વિકાસ થાય છે તેવું જ મસ્તિષ્ક સાથે પણ થાય છે.

