સંસ્થા સમાચાર અંક તા. ૧૯-૮-૨૦૧૭

Tuesday 15th August 2017 13:49 EDT
 

• ગુજરાત હિંદુ સોસાયટી સાઉથ મેડો લેન પ્રેસ્ટન PR1 8JN ખાતેના કાર્યક્રમો - શનિવાર તા.૧૯-૮-૧૭ સવારે ૧૦ સત્યનારાયણ સમૂહ કથા બાદમાં ભોજન પ્રસાદ – બપોરે ૨થી ૩ પૂ. કેશવાનંદજીનું ધાર્મિક પ્રવચન - રવિવાર તા. ૨૦-૮-૧૭ સવારે ૧૦થી સાંજે ૫.૩૦ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસા, બપોરે ૧૨.૪૦ સનાતન ધર્મ ધ્વજા અને બાદમાં ભોજન પ્રસાદી - શુક્રવાર તા. ૨૫-૮-૧૭થી મંગળવાર તા.૫-૯-૧૭ દરમિયાન ગણેશ મહોત્સવ સંપર્ક. 01772 253 901
• બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશન દ્વારા ભારતના ૭૦મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું લંડન બરો ઓફ બ્રેન્ટના મેયર કાઉન્સિલર ભગવાનજી ચૌહાણની ખાસ ઉપસ્થિતિમાં રવિવાર તા.૨૭-૮-૧૭ બપોરે ૩થી ઈલિંગ રોડ, વેમ્બલી, મીડલસેક્સ HA0 4THખાતે આયોજન કરાયું છે.
• રાધાકૃષ્ણ ટેમ્પલ, ૩૩, બાલમ હાઈ રોડ, લંડન SW12 9AL ખાતે શનિવાર તા.૧૯-૮-૧૭ અને રવિવાર તા.૨૦-૮-૧૭ બપોરે ૧૨.૩૦થી ૪ દરમિયાન રસાત્મક મહોત્સવનું આયોજન કરાયું છે. પૂ. કુંજેશકુમારજી મહોદય (કડી,અમદાવાદ) કથાનું રસપાન કરાવશે. સંપર્ક. 020 8675 3831
• શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ ટેમ્પલ, ઈસ્ટ લંડન દ્વારા પર્લ એનિવર્સરીની ઉજવણી દરમિયાન શનિવાર તા.૧૯-૮-૧૭ સવારે ૧૧ વાગે વેસ્ટ હેમ પાર્કથી શાફ્ટ્સબરી રોડ ફોરેસ્ટ ગેટ, લંડન SKSSમંદિર સુધીની શોભાયાત્રાનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8470 9375
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમો - શનિવાર તા.૧૯-૮-૧૭ બપોરે ૪થી સાંજે ૭, સિંધી મંદિર, ૩૧૮, ક્રિકલવુડ બ્રોડવે, લંડન NW2 6QD - રવિવાર તા.૨૦-૮-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશિયલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8459 5758
• Life Pathway દ્વારા ડો. અર્ચિકા દીદીના મેડિટેશન સેશનનું શનિવાર તા.૨૬-૮-૧૭ અને રવિવાર તા.૨૭-૮-૧૭ સવારે ૧૦થી બપોરે ૧૨ દરમિયાન 67 A, ચર્ચ લેન, ઈસ્ટ ફિંચલી, લંડન N2 8DR ખાતે આયોજન કરાયુ છે. સંપર્ક. 07879 108 449

પર્વાધિરાજ પર્યૂષણ પર્વ

• નવનાત સેન્ટર, હેઝ ખાતે શનિવાર તા. ૨૦-૮-૧૭ થી શુક્રવાર તા. ૨૬-૮-૧૭ પર્યુષણ પર્વની ઉજવણી. દરરોજ સવારે ૧૧ થી ૧૨.૫૦ ડો. હર્ષદભાઇ સંઘરાજકાનું પ્રવચન અને ભક્તિ, ૩ થી ૪ સત્સંગ -પ્રશ્નોત્તરી, ૫.૩૦ થી ૬.૧૫ દેરાવાસી પ્રતિક્રમણ (રવિવાર તા.૨૦-૮-૧૭ પક્ખી પ્રતિક્રમણ), ૬.૪૫ થી ૮.૧૦ સ્થાનકવાસી પ્રતિક્રમણ, ૭ થી ૮ ઈંગ્લિશમાં પ્રતિક્રમણ (શનિ-રવિ સાંજે ૫.૩૦થી), ૮.૧૫ થી ૯.૧૫ પ્રવચન અને ૧૧.૩૦ સુધી ભાવના, આરતી, મંગળદીવો. રવિવાર તા.૨૦-૮-૧૭ બપોરે ૨થી મહાવીર જયંતિ, તા.૨૪-૮-૧૭ રાત્રે ૯.૧૫ તપસ્વીઓનું બહુમાન, શનિવાર તા.૨૬-૮-૧૭ સંવત્સરી. સંપર્ક: ભૂપેન્દ્રભાઇ શાહ : 07944 532 780
• મહાવીર ફાઉન્ડેશન દ્વારા શુક્રવાર તા. ૧૮-૮-૧૭ થી શુક્રવાર તા.૨૫-૮-૧૭ સુધી સવારે ૧૧ થી ૧૨ પ્રવચન કેન્ટન દેરાસર, ૫૫૭ કેન્ટન રોડ, HA3 9RS ખાતે અને સાંજે ૬.૩૦ થી પ્રતિક્રમણ કિંગ્સબરી હાઇસ્કુલ, સ્ટેગલેન, NW9 9AA ખાતે, મંગળવાર તા. ૨૨-૮-૧૭ મહાવીર જયંતિ, શુક્રવાર તા.૨૫-૮-૧૭ સાંજે ૪ વાગે સંવત્સરી પ્રતિક્રમણ, સ્થાનકવાસીના પર્યુષણ તા ૧૯-૮-૧૭ થી તા. ૨૬-૮-૧૭. સંપર્ક: 020 8206 1659
• પંકજ સોઢા પ્રસ્તુત નાટક 'વહુ HI-FI સાસુ WI-FI'ના શોનું - શુક્રવાર તા.૧૮-૮-૧૭ રાત્રે ૮, શનિવાર તા.૧૯-૮-૧૭ રાત્રે ૮, રવિવાર તા.૨૦-૮-૧૭ બપોરે ૨ અને સાંજે ૭, તથા શુક્રવાર તા.૨૫-૮-૧૭ રાત્રે ૮ અને શનિવાર તા.૨૬-૮-૧૭ રાત્રે ૮ વાગે વિન્સ્ટન ચર્ચિલ હોલ, પીન વે, રાયસ્લિપ, HA4 7QL ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07985 222 186
• નહેરુ સેન્ટર, યુકે, ૮, સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતેના કાર્યક્રમો - સોમવાર તા.૨૧-૮-૧૭ સાંજે ૬.૩૦ શુભદા વરદકરનું ઓડિશી નૃત્ય – ગુરુવાર તા.૨૪-૮-૧૭ સાંજે ૬.૩૦ ડો. ઈતિશ્રી દેવીનું ઓડિશી નૃત્ય – શુક્રવાર તા.૨૫-૮-૧૭ સાંજે ૬.૩૦ નીલાંબરી પ્રસાદનું ઓડિશી નૃત્ય સંપર્ક. 020 7491 3567
• મેયર ઓફ બ્રેન્ટ કાઉન્સિલર ભગવાનજી ચૌહાણ દ્વારા ચેરિટી ઈવેન્ટ 'સંગીત સરગમ'નું શુક્રવાર તા.૧-૯-૧૭ રાત્રે ૮ વાગે બ્રેન્ટ સિવિક સેન્ટર, ધ ગ્રાન્ડ હોલ,એન્જિનિયર્સ વે, વેમ્બલી HA9 0FJ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8937 1141

અવસાન નોંધ

હાલ કોલ્સડન-સરે અને મૂળ ચરોતર ગામ વસોના નિવાસી શ્રીમતી હેમાબેન હરીદત્ત અમીન ૭૦ વર્ષની વયે તા.૧૨-૭-૨૦૧૭ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.તેઓ તેમની પાછળ એક દીકરી અને એક દીકરાને છોડી ગયા છે. તેમનું ફ્યુનરલ શનિવાર તા.૧૯-૮-૧૭ ક્રોયડન ક્રિમેટોરિયમ ખાતે રાખેલ છે. સંપર્ક. અમર અમીન 01737 555 778


comments powered by Disqus