આદુ રસોઈમાં નાખવાથી વાનગી સ્વાદિષ્ટ બને છે. સ્વાદિષ્ટ આદુ સ્વાસ્થ્ય માટે પણ લાભકર્તા છે. આદુ ઘણી બીમારીઓથી બચાવે છે. શરદી, ખાંસી, કફ, દમ વગેરેમાં આદુ ખાવાથી રાહત મળે છે. આ સિવાય પણ આદુ અનેક બીમારીઓમાં આદુ રાહત આપે છે.
• આદુ સ્વાદમાં તીખું હોય છે, સૂકું આદુ ગરમ પડે છે, જ્યારે ભીનું આદુ હોય તો તેની તાસીર ઠંડી હોય છે.
• આદુનું સેવન કરવાથી આર્થરાઇટીસ, સાઇટિકા જેવા રોગમાં રાહત થાય છે.
• આદુનો એક લાભ દર્દનિવારક છે. તાજા આદુને ક્રશ કરીને તેમાં કપૂર મિક્સ કરીને તેનો લેપ દુખાવો થતી જગ્યાએ લગાવવાથી દુખાવામાં રાહત થશે. આ ઉપરાંત હાથ-પગ પર સોજો આવ્યો હોય ત્યારે પણ આ તૈયાર કરેલ મિશ્રણ લગાવી શકો છો.
• આદુ કોલેસ્ટરોલમાં ફાયદો કરે છે. આદુ કોલેસ્ટોરોલને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે.
• આદુના રસને મધમાં નાખીને તેને સાધારણ ગરમ કરીને પીઓ, તેનાથી શરદી અને કફમાં રાહત થશે.
• આદુનો રસ અને લીંબુના રસને મિક્સ કરીને પીવાથી પેટને લગતી સમસ્યામાં રાહત મળશે.
• ગેસની સમસ્યા હોય તો આદુનું અચૂક સેવન કરો.
• આદુનો રસ નિયમિત પીવાથી વાળ સારા થાય છે તથા આદુનો રસ વાળમાં લગાવી પણ શકો છો. તેનાથી વાળ સ્વસ્થ રહેશે.
• મુખવાસમાં આદુની લીલી અથવા સૂકાયેલી ચીરી ચુસવામાં આવે તો કફમાં રાહત મળે છે અને ખોરાક પચવામાં મદદ
કરે છે.

