ક્રિકેટના વિશ્વમાં ઉભરતો સિતારો પાર્થ મહેતા

કોકિલા પટેલ Wednesday 29th November 2017 05:06 EST
 
 

હાલ હેમેલ હેમ્પ્સટેડ ટાઉન ક્રિકેટ ક્લબ (૨૦૧૩-) અને માલ્ટા નેશનલ ટીમ (૨૦૧૪-) માટે ક્રિકેટ રમી રહેલા પાર્થ મહેતા જમણેરી બેટ્સમેન પાર્થ રાઈટ આર્મ ઓફ બ્રેક બોલર પણ છે. ૨૦૦૩માં ગુજરાત અંડર-૧૫ ટીમમાં તેની પસંદગી થઈ હતી અને તેનો હાઈએસ્ટ સ્કોર ૧૭૪ રન અણનમનો રહ્યો હતો. ગુજરાત અંડર-૧૫ ટીમમાં હાઈએસ્ટ સ્કોર ૧૭૪ રન અણનમનો હોવાને કારણે ૨૦૦૩માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે પણ તેની પસંદગી થઈ હતી. ૨૦૦૦ના અરસામાં યુ.કે. આવી ‘Fiery’ના હુલામણા નામે જાણીતો પાર્થ ૨૦૦૮માં હર્ટફોર્ડશાયર અંડર-૧૭ ટીમમાં જોડાયો હતો અને ૨૦૦૯-૧૦માં હર્ટફોર્ડશાયર કાઉન્ટી સેકન્ડ ટીમમાંથી રમ્યો હતો.

ડિવિઝન ટુ હર્ટફોર્ડશાયર લીગમાં રમતા તેણે પ્લેયર ઓફ ધ યર ૨૦૧૧ (૧૭ મેચમાં ૪૭ વિકેટ અને ૪૭૧ રન) તેમજ પ્લેયર ઓફ ધ યર ૨૦૧૨ (૧૩ મેચમાં ૩૮ વિકેટ અને ૩૨૧ રન) એવોર્ડ હાંસલ કર્યા હતા. પાર્થ હર્ટફોર્ડશાયર પ્રીમિયર લીગમાં બોલર ઓફ ધ યર ૨૦૧૩ (૧૨ મેચમાં ૩૪ વિકેટ) જાહેર કરાયો હતો. હર્ટફોર્ડશાયર લીગ ટી-૨૦ ચેમ્પિયનશિપમાં તેણે સૌથી વધુ વિકેટ ખેરવી હતી. ૨૦૧૪ની પાન યુરોપિયન ટી-૨૦ ટુર્નામેન્ટમાં પણ તેનો વિજયી દેખાવ રહ્યો હતો. માલ્ટા વિરુધ્ધ હંગેરી ટી-૨૦ સીરિઝમાં ત્રણ મેચમાં૩.૬૦ની ઈકોનોમી સરેરાશ સાથે ૯ વિકેટો ઝડપનારા પાર્થ મહેતાને મેન ઓફ સીરિઝ જાહેર કરવામાં આવ્યો હતો. નડિયાદમાં જન્મેલો પાર્થ હવે ગુજરાતની IPLમાં જવાની તૈયારી કરી રહ્યો છે.


comments powered by Disqus