વોરિક યુનિવર્સીટીના ગ્રેજ્યુએટ, હેજ ફંડ કંપનીમાં કામ કરતા ૨૭ વર્ષના નવયુવાન પ્રિયેશ શાહ ગુજરાતીમાં ભજન-કિર્તન, જૈન સ્તવન, લગ્ન સાંજી, ગરબા, બોલીવુડના ગીતો કે શાસ્ત્રીય સંગીતના આલાપ છેડે ત્યારે સૌને નવાઇ લાગે. યુકેના વર્ષેટાઇલ પ્રોફેશનલ ગાયક પ્રિયેશે પદ્મશ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય પાસે તાલિમ લીધી છે.
કલર્સ ટીવીના 'રાઇઝીંગ સ્ટાર ટીવી' શોમાં ટોચના ત્રણ ઇન્ટરનેશનલ સ્પર્ધક તરીકે પસંદ થયેલા પ્રિયેશને શોના જજ શંકર મહાદેવને સ્ટેન્ડીંગ અોવેશન આપ્યું હતું. પ્રિયેશના ગૃપના "પોપ ફ્યુઝન બેન્ડ"ને BBC4 પ્રસ્તુત "યુકેઝ બેસ્ટ પાર્ટટાઇમ બેન્ડ" હરિફાઇમાં ૧,૨૦૦ બેન્ડમાંથી ટોચના ૧૫ બેન્ડમાં સ્થાન મળ્યું હતું અને તે એક માત્ર ભારતીય બેન્ડ હતું. પ્રિયેશ અને તેનું ગૃપ લંડનના મેયર દ્વારા ટ્રાફાલ્ગર સ્કવેર દ્વારા યોજાતા દિવાલી મહોત્સવમાં છેલ્લા ૩ વર્ષથી રાસગરબા દ્વારા હજારો લોકોને ઘુમતા કરે છે. "પ્રભુ પ્રિત પ્રિયેશની' સીડી બહાર પાડનાર પ્રિયેશ ગુજરાતીઅોનું ગૌરવ છે જે માટે માતા રૂપાબહેનનું યોગદાન, પિતાનો સાથ અને મોટી બહેન પ્રિયંકાની પ્રેરણા છે. સંપર્ક: 07826 513 448.
