ડીએનએમાં સુધારો કરી શકાશેઃ વારસાગત રોગોમાંથી મુક્તિ મળશે

Friday 01st December 2017 05:53 EST
 
 

શિકાગોઃ અમેરિકી સંશોધકોએ દાવો કર્યો છે કે તેમણે ડીએનએમાં સુધારો કરી શકાય એવી પદ્ધતિ વિકસાવી છે. જો આ પદ્ધતિ કારગત નીવડી તો અનેક વારસાગત રોગો પર કાબુ આવી શકશે. હાર્વર્ડ યુનિવર્સિટી સાથે સંકળાયેલા કેમિકલ બાયોલોજિસ્ટ ડો. ડેવિડ લીએ આ અંગેનું સંશોધન-પત્ર 'સાયન્સ જર્નલ'માં પ્રગટ કર્યું છે. તેમની સાથે મેસેચ્યુસેટ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી અને બ્રોડ ઈન્સ્ટિ. પણ જોડાયેલી હતી. આ જાહેરાત સાથે શરીર વિજ્ઞાનનો અભ્યાસ કરતા દુનિયાભરના સંશોધકોમાં રોમાંચ ફેલાયો છે. ડીએનએમાં ફેરફાર કરી શકનારી શોધને આવતા વર્ષે નોબેલ પ્રાઈઝ પણ મળે તો નવાઈ નહીં.


comments powered by Disqus