ફિલ્મ નિર્માતા અને જાણીતા ડિરેક્ટર રોહિત શેટ્ટીની કોમેડી ફ્લિક ‘ગોલમાલ અગેઇન’માં કોમિક રોલના કારણે ફરી ચર્ચામાં રહેનારી અભિનેત્રી તબુ તેની એક આગામી ફિલ્મમાં પણ અભિનેતા અજય દેવગણ સાથે દેખાવાની વાતો ચાલી રહી છે. તબુ બોલિવૂડની વર્સેટાઈલ એક્ટર ગણાય છે. ફિલ્મ ‘ગોલમાલ અગેઇન’માં તો તે એકદમ હટકે અવતારમાં દર્શકોને હસાવી ગઈ અને આ ફિલ્મે બોકસ ઓફિસ પર ૨૦૦ કરોડ રૂપિયાથી પણ વધુનો બિઝનેસ પણ કર્યો. હવે જોવાનું એ રહે કે તબુ અને અજયની જોડીને લઈને નવી ફિલ્મ બને તો તે કેટલી મનોરંજક રહેશે? ચર્ચા છે કે આ જોડીને લવ રંજન તેમની આગામી રોમેન્ટિક ફિલ્મમાં લેવા માટે પ્રયાસો કરી રહ્યા છે.

