ફોરએવર ક્રૂઝીસ – નવાંગતુક એવોર્ડ વિજેતા

Tuesday 28th November 2017 11:57 EST
 
મનીષ સચદે અને ડેવિડ ટેન
 

ક્રૂઝ ઈન્ડસ્ટ્રીમાં નવી અને ઉભરતી પ્રતિભાઓને સન્માનવા ક્રૂઝ ટ્રેડ ન્યૂઝ રાઈઝિંગ સ્ટાર એવોર્ડસ સમારોહ લંડનના દ વેર કોનોટ ગ્રાન્ડ રૂમ્સ ખાતે તા.૧૭.૧૧.૨૦૧૭ને શુક્રવારે યોજાઈ ગયો. આ એવોર્ડ સમારોહમાં સૌથી મૌટા આશ્ચર્ય તરીકે ક્રૂઝ ઈન્ડસ્ટ્રીમાં થોડાક સમય અગાઉ જ જોડાયેલા ફોરએવર ક્રૂઝીસે 'લેટ ટુ ક્રૂઝ' રાઈઝિંગ સ્ટાર એવોર્ડ જીત્યો હતો. આ એવોર્ડ ૩૫ વર્ષથી વધુ વયના અને ક્રૂઝ ઈન્ડસ્ટ્રીમાં પાંચ કરતાં ઓછા વર્ષથી હોય તેવા નોમિનિઝે મેળવેલી સિદ્ધિ બદલ અપાય છે. લીસ ટ્રાવેલ્સના ડિરેક્ટર અને ફોરએવર ક્રૂઝીસના પાર્ટનર સાયમન લીનને આ એવોર્ડ એનાયત કરાયો હતો.

ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીનો ૩૩થી વધુ વર્ષનો અનુભવ ધરાવતા મનીષ સચદે અને સહસ્થાપક અલ્તામશ પાર્કરે ડિસેમ્બર, ૨૦૧૫માં ફોરએવર ક્રૂઝીસની સ્થાપના કરી હતી.

લીસ ટ્રાવેલ સાથે પાર્ટનરશીપ કરીને ૪૪ વર્ષ કરતા વધુનો અનુભવ ધરાવતા બિઝનેસ ડેવલપર ડેવિડ ટેનની મદદથી મનિષ અને અલ્તામશે ફોરએવર ક્રૂઝીસને આ ઈન્ડસ્ટ્રીમાં લોકપ્રિય અને વિશ્વાસપાત્ર કંપની બનાવી છે.

ફોરએવર ક્રૂઝીસે માત્ર બે વર્ષમાં જ ત્રણ એવોર્ડ જીત્યા છે.

- CLIA રાઈઝિંગ સ્ટાર એવોર્ડ (૨૦૧૬)

- રોયલ કેરેબિયન ઈન્ટરનેશનલનો 'ન્યૂ કમર ઓફ ધ યર' એવોર્ડ (૨૦૧૬)

- 'લેટ ટુ ક્રૂઝ' રાઈઝિંગ સ્ટાર એવોર્ડ (૨૦૧૭)

આ ઉપરાંત, પ્રતિષ્ઠિત બ્રિટિશ ટ્રાવેલ્સ એવોર્ડસ ૨૦૧૭માં ' બેસ્ટ ક્રૂઝ હોલિડે રિટેલર' માટે પણ ફોરએવર ક્રૂઝીસ નોમિનેટ થયું હતું.

ફોરએવર ક્રૂઝીસ શરૂઆતથી જ 'ગુજરાત સમાચાર' માં જાહેરાત આપે છે અને તેના ઘણાં સંતુષ્ટ ગ્રાહકો છે. કોમ્યુનિટી અને ધાર્મિક સંસ્થાઓ માટે સ્પેશિયલ ગ્રૂપ બુકિંગ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.

દુનિયાના કોઈપણ ક્રૂઝ હોલિડે અને બેસ્ટ પ્રાઈસ માટે ફોરએવર ક્રૂઝનો સંપર્ક સાધો. વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં.૩


comments powered by Disqus