ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચા છે કે આ વર્ષના અંતમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લગ્ન કરવાના છે. તાજેતરમાં એક જાણીતા ફેશન ડિઝાઇનરની ટીમ અનુષ્કાના ઘરે જોવા મળી હતી તેઓએ ત્યાં ખાસ્સો સમય પસાર કર્યો હતો. કહેવાય છે કે તેઓ અનુષ્કાના ‘વેડિંગ ડ્રેસ’ ડિઝાઇન અંગેની ચર્ચા કરવા ભેગા થયા હતા. આ ઉપરાંત વિરાટ કોહલીએ પણ ડિસેમ્બર મહિનામાં બ્રેક માગ્યો છે. અનુષ્કા પણ શાહરુખ સાથેની એની આગામી ફિલ્મનું શુટિંગ ઝડપથી પૂરું કરવામાં વ્યસ્ત છે. આથી અનુમાન છે કે બંન્ને પોતાના લગ્ન માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે બન્નેએ સાથે મળીને હમણા જ મુંબઇના પોશ વિસ્તારમાં ૩૪ કરોડનો એક ફલેટ ખરીદ્યો હતો. લગ્ન બાદ તેઓ ત્યાં શિફ્ટ થવાનું આયોજન કરી રહ્યા છે.

