• ચિન્મય મિશન યુકે દ્વારા ચિન્મય કિર્તી, ૨ એગર્ટન ગાર્ડન્સ, હેન્ડન NW4 4BA ખાતેના કાર્યક્રમો - શનિવાર તા.૨.૧૨.૧૭ સવારે ૧૦થી બપોરે ૩.૩૦ મહામૃત્યુંજય મંત્ર વર્કશોપ અને ધ્યાન તથા હોમ – રવિવાર તા.૩.૧૨.૧૭ બપોરે ૨થી ૪.૩૦ વેદ અને ભગવદ ગીતાના શ્લોકના ગાનનો વર્કશોપ સંપર્ક. 07933 212 825
• BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લેસ્ટર દ્વારા શનિવાર તા.૨-૧૨-૧૭ બપોરે ૪થી પ્રમુખ સ્વામી મહારાજ જન્મજયંતીની ઉજવણીનું આયોજન કરાયું છે. બાદમાં મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 07746 886 363
• લેસ્ટર ફ્રેન્ડ્ઝ ઓફ ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝ દ્વારા શનિવાર તા.૨-૧૨-૧૭ સાંજે ૬.૩૦થી રાત્રે ૯ દરમિયાન શૌનક રીષીદાસના 'સ્પિકીંગ ભક્તિ' વિષય પર પ્રવચનનું જલારામ સેન્ટર, નારબરો રોડ, લેસ્ટર LE3 0LF ખાતે આયોજન કરાયું છે.
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૩-૧૨-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સર નેમાબહેન અને ફતુભાઈ મૂલચંદાણી તથા સુનિતાબહેન મંગલાણી (યુએસએ) છે. સંપર્ક. 020 8459 5758
• નહેરુ સેન્ટર, યુકે ૮, સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતેના કાર્યક્રમો - સોમવાર તા.૪.૧૨.૧૭ સાંજે ૬.૧૫ અને તા.૮.૧૨.૧૭ સુધી સવારે ૧૦થી સાંજે ૬ નીલુ પટેલના ચિત્રો અને કલાકૃતિઓનું પ્રદર્શન - મંગળવાર તા. ૫.૧૨.૧૭ સાંજે ૬.૩૦ ખયાલ ફેસ્ટ – ગાયન ડો. વિજય રાજપૂત શુક્રવાર તા.૮.૧૨.૧૭ સાંજે ૬.૩૦ ખયાલ ફેસ્ટ - ક્રિશ્રા ચક્રવર્તી સંપર્ક. 020 7493 2019
• ધ ભવન - ભારતીય વિદ્યા ભવન 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HEખાતે બુધવાર તા.૬.૧૨.૧૭ સાંજે ૫.૩૦ ' એન્ડ પોઈન્ટ ' – ડિલાન ટાર્ટર અને મીતલી મેકડગેલના ચિત્રો અને શિલ્પકૃતિના પ્રદર્શનનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 7381 3086
• એક્વીટસ દ્વારા રોકાણ માટેની મિલ્કતોના હરાજી દ્વારા વેચાણનું ગુરુવાર તા.૭.૧૨.૧૭ આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક. જહોન મહેતાબ 020 7034 4855
• જાસ્પર સેન્ટર રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતેના કાર્યક્રમો - દર ગુરુવારે સાંજે ૬.૩૦ થી ૮.૩૦ જલારામ બાપાના ભજન
અને પ્રસાદ - દર શનિવારે બપોરે ૧ થી ૩ હનુમાન ચાલીસાના પાઠ થાય છે. સંપર્ક. 020 8861 1207
