ગોળ મેટાબોલિઝમ રેટને નિયંત્રિત રાખે છે

હેલ્થ ટિપ્સ

Sunday 03rd September 2017 08:30 EDT
 
 

પ્રાકૃતિક મીઠાઈની રીતે ઓળખાતો ગોળ, સ્વાદમાં જેટલો ગળ્યો લાગે છે તે જ રીતે તે સ્વસ્થ માટે પણ લાભદાયી છે.
• ગોળ ખાવાથી પેટમાં ઉત્પન્ન થતો ગેસ અને પાચનક્રિયાને લગતી સમસ્યામાં રાહત મળે છે.
• જમ્યા બાદ ગોળ ખાવો જોઈએ. તેનાથી ખોરાકનું પાચન સારી રીતે થઈ શકે છે.
• ગોળ અને આદુના રસને ગરમ પાણીમાં મિક્સ કરીને પીવાથી ગળામાં થતી બળતરા, કફ અને શરદીમાં રાહત થાય છે.
• ગોળ આપણા લોહીમાં રહેલા હાનિકારક ટોક્સિન્સ બહાર કાઢે છે. ત્વચાની સફાઈ કરવામાં મદદ કરે છે, જે ત્વચાના માટે ફાયદાકારક છે.
• જો તમને ડાયાબિટીસ હોય તો ગળપણમાં ખાંડ કરતાં ગોળનો ઉપયોગ કરો.
• રોજ ગોળ ખાવાથી ત્વચા પરથી કરચલીઓ દૂર થાય છે.
• શરીરમાં જો આયર્નની માત્રા અપૂરતી હોય તો ગોળ અવશ્ય ખાવ. ગોળ આયર્ન મેળવવા માટેનો સારો સ્રોત છે. એનિમિયાના રોગીઓ માટે ગોળ ફાયદાકારક છે.
• જો તમે વધારે થાક અનુભવતા હો તો ગોળ ખાવાનું રાખો, તેનાથી શરીરમાં ઊર્જાનો સંચાર થશે.
• ગોળ શરીરમાં લોહીને શુદ્ધ કરીને મેટાબોલિઝમ રેટને નિયંત્રિત રાખે છે. આ ઉપરાંત ગોળ ગળા અને ફેફસાંને લગતી બીમારીઓમાં રાહત આપે છે.
• પાંચ ગ્રામ ગોળને સરસિયાના તેલમાં મિક્સ કરીને ખાવ, તેનાથી શ્વાસને લગતી બીમારીઓમાં છૂટકારો મળે છે.
• ગોળને ઘી સાથે ખાવાથી કાનના દુઃખાવામાં આરામ મળે છે.
• ગોળ અને કાળા તલનો લાડુ બનાવીને ખાવાથી અસ્થમાની સમસ્યા નહીં થાય અને અસ્થમાના દર્દીને રાહત આપશે.


comments powered by Disqus