શાહરુખ, સલમાન, અક્ષય ફોર્બ્સની સૌથી વધુ કમાતા એક્ટર્સની યાદીમાં

Wednesday 30th August 2017 08:42 EDT
 
 

બોલિવૂડના સ્ટાર શાહરુખ ખાન, સલમાન ખાન તેમજ અક્ષયકુમાર ફરી ફોર્બ્સની સૌથી વધુ કમાણી કરતા એક્ટર્સની યાદીમાં સ્થાન પામ્યા છે. જેમાં શાહરુખ ખાન ૮મા, સલમાન ખાન ૯મા અને અક્ષયકુમાર ૧૦મા સ્થાને છે. આ યાદીમાં હોલિવૂડની ફિલ્મ ‘ટ્રાન્સફોર્મર: ધ લાસ્ટ નાઇટ’ના એક્ટર માર્ક વોહલબર્ગ પહેલા સ્થાને છે.
શાહરુખ - અક્ષયનું સ્થાન યથાવત રહ્યું
ગયા વર્ષની યાદી સાથે સરખામણી કરીએ તો શાહરુખ અને અક્ષયનું સ્થાન યથાવત છે. શાહરુખે ગયા વર્ષે રૂ. ૨૧૨ કરોડની કમાણી કરી હતી જે આ વર્ષે વધીને રૂ. ૨૪૪ કરોડ થઈ છે. અક્ષયકુમારે રૂ. ૨૦૨ કરોડની સામે રૂ. ૨૨૮ કરોડની કમાણી કરીને ૧૦મો ક્રમ મેળવ્યો છે. સલમાન ખાન ગયા વર્ષે ૧૪મા સ્થાન પર હતો અને આ વખતે ૯મા સ્થાને પહોંચ્યો છે. સલમાન ખાન અગાઉનાં વર્ષ કરતાં પાંચ સ્થાન ઊંચે ચડીને ૯મા ક્રમે આવ્યો છે, તેની કમાણી રૂ. ૧૮૩ કરોડથી વધીને રૂ. ૨૩૭ કરોડ થઈ છે. મહાનાયક અમિતાભ બચ્ચન આ વર્ષે ટોપ-૨૦ની યાદીમાં સ્થાન પામી શક્યા નથી. અમિતાભ બચ્ચનની કમાણી ગયા વર્ષે રૂ. ૧૨૮ કરોડ રહી હતી અને તેઓ યાદીમાં ૧૮મા ક્રમે હતા પણ આ વખતે ટોપ-૨૦માં સ્થાન મેળવી શક્યા નથી.


comments powered by Disqus